ઉપલેટાના બોમ્બકાંડમાં જામીન અરજી રદ કરતી ધોરાજી કોર્ટ…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ શ્રી રાહુલ શર્મા ની કોર્ટમાં ઉપલેટાના બોમ્બ કાંડ ના આરોપી મોહનભાઈ જાદવભાઈ રહેવાસી ભાટિયા વાળાએ રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજીમાં ઉપલેટાના પોલીસ ઇન્સ્પેક્ટર હેમેન્દ્રભાઈ માણસુરભાઈ ધાંધલ એ સોગંદનામું રજુ કરેલું હતું કે હાલમાં એક્સપ્લોઝિવ અને bomb disposal કોડના અભિપ્રાય પ્રમાણે જે વિસ્ફોટ થયો તે ડિફેન્સના મોટા હતા. તપાસ દરમિયાન એ હકીકત ખુલવા પામી હતી કે દ્વારકા પાસેની કુરંગા range કે જે પ્રતિબંધિત વિસ્તાર છે તેમાંથી અમુક દેવીપુજક આ મોટર ભંગાર તરીકે લાવેલ અને જે હાલના અરજદાર મોહનભાઈ જાદવભાઈ એ ખરીદ કરી અને ઉપલેટા ભંગાર બજારમાં વેચાણ કરવા આપેલ જે ઉપલેટામાં બ્લાસ્ટ થતાં બે લોકોના મૃત્યુ થવા પામેલ છે.
સરકારી વકીલ તરફથી એવી દલીલ કરવામાં આવેલી હતી કે આરોપીઓ એ પોતાના નજીવા આર્થિક લાભ માટે ડિફેન્સના હથિયારોનો ભંગારમાં ઉપયોગ કરેલો છે જે હળવાશથી લઈ શકાય નહિ અને જામીન ઉપર છોડવામાં આવે તો સમાજ પર પણ આ બાકી કંઈ વિપરીત અસર પડે

સંજોગોની ગંભીરતાને ધ્યાને લઇ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ શ્રી રાહુલકુમાર શર્માએ આરોપીના જામીન રદ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here