મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છ ભારત અભિયાન તહેવાર નિમિત્તે કરવા જેન્યુન ફાઉન્ડેશનના પ્રમુખ ની રજૂઆત

મોરબી, આરીફ દિવાન :-

નવરાત્રી અને જશને ઇદે મિલાદુન્નબી એવા હિંદુ મુસ્લિમ સમાજના તહેવારો નિમિત્તે ગંદકી કચરા અને ગંદા ગટરના પાણી અને વરસાદના પાણીનો નિકાલ કરી પ્રજાહિત કાર્ય કરવા સંસ્થા દ્વારા અપીલ

મોરબી ખાતે વિવિધ સેવાકીય પ્રવ્રૂતિ કરતી સંસ્થા જેન્યુન ફાઉન્ડેશન ના સ્થાપક પ્રમુખ આરીફ ભાઈ બ્લોચ એક અખબારી યાદીમાં જણાવે છે કે પરિસ્થિતિને ધ્યાને રાખી સમયની સાથે પ્રજાહિત કાર્ય તંત્ર દ્વારા કરવામાં આવે તે માટે કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે મોરબી શહેરના વોર્ડ નંબર ૧ થી ૧૩ સહિત શહેરના મુખ્ય માર્ગો રોડ રસ્તા પર સ્વચ્છતા ભારત અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન તેમજ ગંદા ગટર ના પાણીના નિકાલ સાથે વરસાદના પાણીના નિકાલ કરી ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગચાળો નો લોકો ભોગ બને એ માટે અને પવિત્ર તહેવાર નિમિત્તે શ્રદ્ધાળુઓના શ્રદ્ધાપૂર્વક ધાર્મિક કાર્યક્રમો કરવામાં ગંદકી ના કારણે ધાર્મિક લાગણી ને ધ્યાને રાખી તંત્ર દ્વારા કરા અર્થે સ્વચ્છતા કરી વિવિધ વિસ્તારોમાં ગંદકી કચરાના સહિત ગંદા પાણી ઘરોમાં પાણીના નિકાલ તેમજ વરસાદના પાણી રસ્તા પર ભરાતા હોય તેને સાફસુથરા કરી વરસાદના કારણે ગારો કીચડ ગંદકીના કારણે રોગચાળો ના ફેલાય તેવા માટે તંત્ર દ્વારા યોગ્ય કરી રખડતા ઢોરોની સમસ્યા હલ કરે પ્રજા હિત કાર્ય કરી ફરી સૌરાષ્ટ્રનું પેરિસ મોરબી બને તેવા પ્રયાસો કરે તેવી લાગણી ની માંગણી વ્યક્ત કરી છે નોંધનીય છે કે મોરબી શહેરમાં રોડ રસ્તા માં મોટા મોટા ગાબડા પડવાથી વાહનચાલકો અને રાહદારીઓ વૃદ્ધો માટે અક્સમાત જનક ભયં સતત રહે છે જેને ધ્યાને રાખી જિલ્લા કક્ષાના અધિકારીઓ અને પાલિકા તંત્ર દ્વારા વિવિધ સમસ્યાઓને ધ્યાને રાખી યોગ્ય કર્યા કરે તેમ એક અખબારી યાદીમાં જેન્યુન ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ આરીફ ભાઈ બ્લોચ એ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here