નસવાડી : છોટાઉદેપુર જિલ્લા એસઓજી પોલીસે સરકારી અનાજનો જથ્થો પકડી પડ્યો…

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ગરીબોના પેટના ખાડા પુરવા માટે સરકાર અનાજ આપે છે એમા પણ ગફલા…

સરકારી અનાજને સગે વગે કરતો નસવાડીનો વહેપારી ઝડપાયો

કવાંટ તાલુકામા શુક્રવારે છોટાઉદેપુર જીલ્લા એસ ઓ જી પી એસ આઈ જે,પી,મેવાડા સાહેબ તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરતા હતા તે દરમિયાન કવાંટ પાસે ગોજારીયા બસ સ્ટેન્ડ પાસે આઈસર ટેમ્પો ઉભો રાખી તેમા અનાજ નો જથ્થો દેખાતા પોલીસે ચેકીંગ કરતા તે અનાજ સરકારી હોવાનુ માલુમ પડતા આઈસરને અનાજના જથ્થા સાથે કબ્જે કરી હતી.
આઈસર ગાડીમાં તાપસ કરતા તેમા ઘંઉ ભરેલા કટ્ટા ૧૧૫ નંગ જેની અંદાજીત કિંમત ૧,૯૩,૭૫૦ રૂપિયા થાય છે તથા મકાઈ ભરેલા ૧૫ કટ્ટા જેની અંદાજીત કિંમત ૧૫૦૦૦ રૂપિયા થાય છે
આઈસર ટેમ્પો ડ્રાઇવર સમીર રજ્જાક મેમણ રહે નસવાડી ને પૂછપરછ કરતા ટેમ્પો માલિક પિન્ટુભાઈ જયશવાલ છે જે નસવાડી મા કાચા અનાજ નો વેપાર કરે છે.
આ અનાજનો જથ્થો જે પકડાયેલ છે તેને મધ્ય પ્રદેશ લઈ જવાતો હતો એમ જાણવા મળેલ છે આઈસર ટેમ્પો નંબર જીજે ૦૬ એટી ૨૩૩૧ જેની કિંમત આશરે ૩,૦૦,૦૦૦ રૂપિયા અને ટેમ્પો ડ્રાઇવર સમીરનો મોબાઈલ જેની આશરે કિંમત ૫૦૦૦ રૂપિયા છે આમ કુલ ૫,૧૩,૭૫૦ રૂપિયા નો મુદ્દામાલ છોટાઉદેપુર એસ ઓ જી પોલીસે જપ્ત કર્યો છે.
રેશનકાર્ડ ધારકો સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કર્યા બદલ ઈપીકો કલમ ૪૦૬,૪૨૦ તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫ ની કલમ ૩,૭,મુજબ ગુનો નોંધી ટેમ્પો ચાલક સમીરભાઈ રઝાકભાઈ લંઘા(મેમણ)વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here