ઉત્તરપ્રદેશમાં યોજાયેલ ચતુર્થ અખિલ ભારતીય નાટય સમારોહ ‘ઉત્સવ-એ-રંગમંચ’ પ્રતિયોગિતામાં સિધ્ધપુરના ક્રિએટીકા થિયેટરનાં કલાકારો ઝળકયા

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિધ્ધપુરના ક્રિએટીકા થિયેટર હબનાં કલાકારોએ રાષ્ટ્રિય કક્ષાના નાટ્ય મહોત્સવમાં પ્રસ્તુતિ આપી સિદ્ધપુર સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું

અખિલ ભારતીય સંસ્કૃતિનું દર્શન તેમજ આદાન પ્રદાન અંતર્ગત મિત્રતાના ફ્લેગ અને કલ્ચર પ્રમોશનના હેતુથી ચતુર્થ અખિલ ભારતીય નાટ્ય સમારોહ ૨૦૨૨ ભારત રત્ન સ્વર કોકિલા સ્વ. લતા મંગેશકરજી(પૂજ્ય દીદી)ને સમર્પિત “મેરી આવાઝ હિ પહેચાન હે” નૃત્ય,ગાયન તેમજ વાદન પ્રતિયોગિતા ‘ઉત્સવ-એ-રંગમંચ’ નો કાર્યક્રમ ઉત્તરપ્રદેશના સહરાનપુર ખાતે યોજાઇ ગયો. આ ચતુર્થ અખિલ ભારતીય નાટય સમારોહ -૨૦૨૨ ‘ઉત્સવ-એ-રંગમંચ’ ના કાર્યક્રમમાં સમગ્ર ભારત દેશ માથી અલગ અલગ ૧૫ જેટલા રાજ્યોનો ટીમોએ ભાગ લીધો હતો.જેમા ગુજરાત તરફથી ક્રિએટીકા થિયેટર હબનાં કલાકારો પિયુષભાઇ ભટ્ટ લિખિત,યાજ્ઞીક ચૌહાણ દિગ્દર્શિત નાટક ‘અ મેઇક બિલિવ’ ની સુંદર પ્રસ્તુતિ આપી હતી.જે મનુષ્ય જીવનમાં સંબંધો માતા પિતા, દાદા દાદી, નાનાનાની,ભાઇ બહેન,કાકા કાકી મામા મામી ફોઇ ફુવા જેવા મહત્વના પારિવારિક તેમજ મિત્રતા સહિત સામાજિક સંબંધો વિષેનું ભાવુક અને બોધપાઠ આપતું નાટ્યને પ્રેક્ષકોની ખુબ જ દાદ સાથે સ્ટેન્ડિંગ ઓવેશન પ્રાપ્ત થયું હતુ.નાટકના દિગ્દર્શકને નિર્દેશક સન્માનથી નવાજવામાં આવ્યા હતાં.તદુઉપરાંત ટીમના કલાકારો ટ્વિંકલબેન સુતરીયા, ઉદ્ધવભાઇ વ્યાસ,દિશાબેન ડબગર,પુનિતભાઇ મોદી, વિધીબેન પરમાર સહિત સમગ્ર ટીમને સન્માનિત કરવામાં આવ્યા હતા.રાષ્ટ્રિય સ્તરના આ મહોત્સવમાં ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ ક્રિએટીકા થિયેટર હબ એ કરી સિદ્ધપુર અને ગુજરાતનું નામ રોશન કર્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન માનસી અભિનવ ગુરુકુળ સહારનપુર ઉત્તરપ્રદેશ દ્વારા કરાયું હતું જેમા માનશી સંગીત એવમ સાંસ્કૃતિક ચેતના મંચ,માનસી સોશીયલ વેલફર સોસાયટી (રજી.),સીનીયર સીટીઝન વેલ્ફેર સો0.ભારતવિકાસ પરિસદ(સિદ્ધાર્થ), શ્રી ગૌદેવી મંદિર ગીશાળા,જનચેતના મિશન, અંજુમ મૈરાજે અદબ,રંગ યાત્રા, શ્રી અગ્ર સેવા મંચ સહિત વિવિધ સંસ્થાઓએ સહકાર આપી કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here