શહેરા : દક્ષિણ બારીઆ પ્રા.શાળાના મદદનીશ શિક્ષક શ્રીમતિ શારદાબેન દલાભાઈ પટેલે વિદાય પ્રસંગે શાળાને ₹.1/- લાખનું દાન કર્યું….

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકામાં ખોજલવાસા ક્લસ્ટરમાં આવેલી દક્ષિણ બારીઆ પ્રા.શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રીમતિ શારદાબેન દલાભાઈ પટેલનો વય નિવૃત્તિ કાર્યક્રમ માન.તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, શહેરા શ્રીમતિ ચેતનાબેન પી.પરમાર તેમજ મુખ્ય મહેમાન તરીકે ડૉ.કલ્પેશ આર.પરમાર બી.આર.સી.કો.ઓર્ડીનેટર, શહેરાની ઉપસ્થિતિ યોજાયો હતો. મહેમાનો સ્વાગત રામાભાઈ પાટીદાર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી દીકરીઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. વય નિવૃત્તિ કાર્યક્રમમાં બીટ કેળવણી નિરીક્ષક નાંદરવા સરદારભાઈ આર.વણઝારા, પ્રવિણસિંહ રાઠોડ, શિક્ષક ઘટક સંઘ પ્રમુખ અનૌપસિંહ બારીઆ, ધી શહેરા શિક્ષક સહકારી મંડળી લિ.ના ચેરમેન અર્જુનસિંહ બારીઆ, ઉપ પ્રમુખ શનાભાઈ ડામોર, ખોજલવાસા પગાર કેન્દ્ર આચાર્ય રામાભાઈ પાટીદાર, સી.આર.સી.કો.ઓર્ડીનેટર જયપાલસિંહ બારીઆ, સરપંચ, સ્થાનિક અગ્રણીઓ, મોટી સંખ્યામાં ગ્રામજનો – તેમના સગા સંબંધીઓ, પેટા શાળાઓના આચાર્ય, મદદનીશ શિક્ષકો તેમજ વ્હાલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શહેરા શિક્ષણ પરિવાર, સમગ્ર શિક્ષા, શહેરા, શાળા પરિવાર, પગાર કેન્દ્ર ખોજલવાસા તેમજ સંગઠનો દ્વારા નિવૃત્ત થનાર શિક્ષકનું શાલ બુકે તેમજ મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. દક્ષિણ બારીઆ પ્રા.શાળાના મદદનીશ શિક્ષક શ્રીમતિ શારદાબેન દલાભાઈ પટેલે પોતાની નિવૃત્તિ પ્રસંગે શાળાને ₹.1/- લાખનું દાન કર્યું. જેને શહેરા શિક્ષણ પરિવાર દ્વારા અભિનંદન પાઠવી તેમના શેષ જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્યપાલસિંહ બારીઆ, રામાભાઈ પાટીદાર, સ્વરૂપસિંહ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સૌના માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here