ઉંઝાના ધારાસભ્ય સ્વ.ડૉ.આશાબેન પટેલની અંતિમ વિધી સિધ્ધપુર ખાતે કરવામાં આવી…. તેમનો નશ્વરદેહ પંચ મહાભૂતમાં વિલીન થયો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ઊંઝાના જાગૃત અને લોકપ્રિય ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલનું ગતરોજ ડેન્ગ્યુની બિમારીની સારવાર દરમ્યાન મલ્ટીઓર્ગન ફેઈલ થવાથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે નિધન થયુ હતુ ત્યાર બાદ તેમના પાર્થિવ દેહને ઊંઝા એપીએમસી ખાતે અંતિમ દર્શનાર્થે લાવવામાં આવ્યુ હતું ત્યાંથી તેમના વતન વિશોળ ખાતે લઇ જવાયો હતો ત્યાર બાદ તેમના નશ્વર દેહને આજ રોજ સવારે ૧૦:૦૦ કલાકે સિધ્ધપુર ખાતે કુંવારીકા સરસ્વતિના તટે મુક્તિધામ નજીક ખુલ્લા પટમાં તેઓના અંતિમ સંસ્કાર કરવામા આવ્યો હતો. સ્વ. ડૉ. આશાબેનના અંતિમ સંસ્કાર વિધિ સિધ્ધપુર ખાતે થવાના હોવાથી મુક્તિધામ ટ્રસ્ટ તેમજ નગરપાલિકા તંત્ર દ્વારા નદીના પટમાં જેસીબી મશીન, ટ્રેકટર ટ્રોલી સાથે કામદારોને કામે લગાડી સાફસફાઈ કરવામાં આવી હતી સ્વ.ડો.આશાબેન પટેલના પાર્થિવ દેહ ના દર્શન કરવા તેમજ તેમની અંતિમ વિધિમાં સામેલ થવા તેમના સગા સંબંધીઓ,રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિત સમગ્ર પંથકના
સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સ્વ.ડૉ.આશાબેન પટેલ ના અંતિમ સંસ્કાર માં ૨૦ કિલો ચંદન ના લાકડાનો ઉપયોગ થયો હતો તેમજ તેમનું મૃત્યુ પંચક મા થયું હતું તે માટે પાંચ પૂતળાની વિધિ કરવામાં આવી હતી તેમના અંતિમ સંસ્કાર વિધિ માં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,મંત્રી બ્રિજેશ મિર્ઝા, જીઆઇડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપૂત, કે.સી.પટેલ, પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ, ધારાસભ્ય ઝંખના દેસાઈ, ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાસ ના આગેવાન લાલજીભાઇ પટેલ સિદ્ધપુર નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી નારીભાઈ લાલુમલ આસનાની પૂર્વ ભાજપ શહેર પ્રમુખ મનીષભાઈ શેઠ , વિષ્ણુભાઈ પટેલ, જશુભાઇ પટેલ,મ્યુનિસિપલ કોર્પોરેટર રશ્મિનભાઈ દવે ,સરસ્વતી મુક્તિધામ ટ્રસ્ટીશ્રી જે.ડી. પટેલ,જ.લ.પરમાર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, મુક્તિધામ ના ટ્રસ્ટીશ્રી બીપીનભાઈ દવે, ટ્રસ્ટીશ્રી રાજુભાઇ પટેલ, બાબુભાઈ પટેલ,ઊંઝા એપીએમસીના ડિરેક્ટરીઓ, મુક્તિધામના મેનેજર અશોકભાઈ આચાર્ય, વિશોળ ગામના કુટુંબીજનો સહિત ગ્રામજનો ઉપરાંત મોટી સંખ્યામાં તેમના ચાહકોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી ત્યારબાદ ધાર્મિક વિધિસર તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. પાટણ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા તેમજ સિધ્ધપુર પી.આઈ ચિરાગ ગોસાઈ સ્થળ ઉપર રહી બંદોબસ્ત ગોઠવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here