છોટાઉદેપુર : પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કરાલી પોલીસ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદિપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ,વડોદરા તથા ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જિલ્લો તથા ડી.કે. રાઠોડ ઇ/ચા નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જિલ્લો નાઓએ દારૂ જુગારની ગેર કાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી પ્રોહી હેરાફેરી/વેચાણની ગે.કા.પ્રવૃતી આચરતાં ઇસમો ઉપર રેઇડો કરી દારૂ જુગારની બદી સદંતર નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપેલ.જે આધારે કરાલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર આર.પી.ચૌધરી નાઓને મળેલ અંગત બાતમી આધારે તેઓએ સ્ટાફના માણસો સાથે કરાલી પોલીસ સ્ટેશન હદના મોરાડુંગરી ગામના બસ સ્ટેન્ડ પાસે એક સ્વીફટ ડીઝાઇર ગાડી નંબર GJ-22-P-0828 ની અંદર મારતીય બનાવટની વિદેશી દારૂની બીયર ટીન નંગ ૨૬૪ કિ.રૂ. ૪૩,૫૬૦/- તથા સ્વીફટ ડીઝાઇર ગાડીની કે.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૫,૪૩,૫૬૦/-ના ગેરકાયદેસરના મુદ્દામાલની હેરાફેરી કરતાં સ્વીફટ ડીઝાઇર કારના ચાલક વિરૂધ્ધમાં પ્રોહીબીશનનો ગણનાપાત્ર ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીનું નામ :-

એક સ્વીફટ ડીઝાઇર ગાડી નંબર GJ-22-P-0828 નો ચાલક
કામગીરી કરનાર :-
(૧) પો.સ.ઇ. આર.પી.ચૌધરી (૨) અ.હે.કો. રાકેશભાઇ જેસીંગભાઇ બ.નં.૩૬૮ (૩) અ.હે.કો દશલાભાઇ ભદુડીયાભાઇ બ.નં ૩૫૫ (૪) અ.હે.કો.જયપાલસિંહ નારણસિંહ બ.નં ૦૧૦૯ (૫) અ.હે.કો અશ્વિનકુમાર અભેસીંગભાઇ બ.નં ૪૩૬ (૬) અ.પો.કો પરેશભાઇ બાબુભાઇ બ.નં ૨૦૩.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here