આણંદ : સઆદત હોસ્પિટલને ધારાસભ્ય દ્વારા એમ્બ્યુલન્સ રૂપી સખાવત..

ફૂલ્લી એ.સી એમ્બ્યુલંન્શથી હવે દર્દીઓને રહેશે રાહત… હોસ્પિટલના ડૉકટર સહિત સ્ટાફે આભાર માન્યો …

કોરોનાકાળમાં ડૉક્ટરો અને હોસ્પિટલોની બોલબાલા હતી જોકે પરિસ્થિતી એટલી વણસી હતી કે હોસ્પિટલોમા જગ્યાઓના અભાવે અને દર્દીઓના ઉભરાયેલા કીડીયારા સામે ડૉકટરો અને તંત્ર પરેશાન હતા તેવામા આણંદ જીલલાના તારાપુર તાલુકાના ડૉકટરો અને હોસપિટલોને માથે 42 ગામડાઓની જવાબદારી હતી જોકે આવી કપરી પરિસ્થિતીમાં પણ તારાપુરની એકમાત્ર તમામ સુવિધાઓથી સજ્જ સઆદત હોસ્પિટની સેવાઓની હાલ પણ ચર્ચાઓ થાય છે ….
કોરોના કાળ દરમ્યાન સરકાર શ્રી દ્વારા
અમુક ફંડ હોસ્પિટલો પાછળ વાપરવા માટેની નેમ લઈ જે તે વિસ્તારના ધારાસભ્યોને ગ્રાંન્ટ ફાળવી અને તે ગ્રાંન્ટ સોજીત્રા ધારાભ્યની પાસે આવતા તેઓના ઉમદા વિચાર,અને સેવાની સરવાણી નો નેમ આજે પૂર્ણ કરવામા આવ્યો જેમા આજરોજ તારાપુરની જાણીતી સઆદત હોસ્પિટલ અને તારાપુરની સરકારી રેફરલ હોસ્પિટલ એમ બે હોસ્પિટલોને બે એમ્બ્યુલંન્શ દાનમાં આપી તાલુકામા છેવાડાના ગામડાઓ ના દર્દીને સમયસર હોસપિટલ પહોચવા અને સમયસર સારવાર મળી રહે તેવા ઉદ્દેશ સાથે સોજીત્રા મતવિસ્તારના ધારાસભય શ્રી પૂનમભાઈ પરમારે એબ્યુલંન્શો નું લોકાર્પણ કરી હોસ્પિટલોને અર્પણ કરી હતી જેમા તારાપુરના ઈદ્રીશભાઈદવાવાળા ,હનીફ ગુલશન,મુનાફભાઈ,આરીફભાઈ,અસલમ હાજી,મહમદ રફિક દિવાન,સહિતના મુસ્લિમ સમાજના અગ્રણિયો તથા કોરોના કાળ દરમ્યાન હંમેશા લોકોની સેવામા હાજર રહેતા મેહૂલસિંહ ડાભી,ભરતસિંહ ગોહિલ અને જનકસિહ ગોહિલ અને સંદીપ મહેતા સહિતના લોકો હાજરી આપી હતી ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here