આઝાદીના ૭૫માં સ્વતંત્રતા દિવસની ગોકુલ ખાતે ઉજવણી કરવામાં આવી

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ગત રોજ ૧૫ મી ઓગસ્ટ ૭૫ માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે જયારે સમગ્ર ભારતમાં “આઝાદી ના અમૃત મહોત્સવ” તરીકે ઉજવાય રહ્યો છે ત્યારે ગુજરાત ઔદ્યોગિક વિકાસના ચેરમેન બલવંતસિંહ રાજપૂત દ્વારા સિદ્ધપુર સ્થિત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું તેમજ આ પ્રસંગે બલવંતસિંહ રાજપૂત દ્વારા આઝાદીની લડાઈમાં શહીદ થયેલા શૂરવીરોની શૌર્યગાથાને યાદ કરવામાં આવી હતી, આ શુભ દિવસે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ઓનલાઈન ડીજીટલ સ્ટુડિયોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ તેઓના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. તેઓએ કોરોનાકાળમાં અભ્યાસ માટે વિધાર્થીઓને વેઠવી પડતી અગવડતાનો વિચારકરીને તેના નિવારણ સ્વરૂપે આવા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા આ સ્ટુડીયો વિદ્યાર્થીઓને સમર્પિત કર્યો. જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ વધુમાં વધુ ટેકનોલજી સભર આ સ્ટુડીયોનો સદઉપયોગ કરે તેમજ આત્મનિર્ભર બંને અને વોકલ ફોર લોકલના સુત્રને સાર્થક કરે તેમ તેઓએ જણાવ્યું હતું. આ પ્રસંગે યુનીવર્સીટી કુલપતિ વેદવ્યાસ દ્રિવેદી, કુલસચિવ હેમુજી રાજપુત, નાયબ કુલસચિવ જ્યોર્જ વર્ગિસ તેમજ વિવિધ કૉલેજ પ્રિન્સીપાલો, ફેકલ્ટી તેમજ વિધાર્થીઓ ભાઈઓ અને બહેનોની વિશેષ ઉપસ્થિતી રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here