ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
સીવીલ હોસ્પીટલ ખાતે દર્દીઓને અપાતી સુવિધાઓનું કર્યું નિરીક્ષણ
આઝાદીના ૭૫માં વર્ષે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થવા આવેલા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ગોધરા નગરની સીવીલ હોસ્પીટલ તેમજ અહીંની છબનપુર ઇજનેરી કોલેજની મુલાકાત લીધી હતી.
ગોધરાની સીવીલ હોસ્પીટલની નાયબ મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી. સીવીલ હોસ્પીટલ ખાતે દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓનો પણ તેમણે રૂબરૂ જઇને કયાસ કાઢયો હતો. તેમણે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા. રાજ્યમાં પાંચ નવી મેડીકલ કોલેજો પૈકી પંચમહાલના ગોધરા ખાતે નવી મેડીકલ કોલેજ શરૂ કરવા માટે સ્થળ સમીક્ષા અર્થે પણ નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત લીધી હતી.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત અહીંની નર્સીગ કોલેજ અને છબનપુર ઇજનેરી કોલેજ તેમજ સ્થાનિક શાળાની મુલાકાત લીધી હતી. આ વેળા પદાધિકારીઓ તેમજ ઉચ્ચઅધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.