અહો આશ્ચર્યમ !!! નર્મદાના ગરૂડેશ્વર ખાતે નવી રજીસ્ટાર કચેરી તો શરૂ કરાઇ પણ દસ્તાવેજો ક્યારે નોંધાશે ????

ગરૂડેશ્વર, (નર્મદા) આશિક પઠાણ :-

1 લી જાન્યુઆરીએ ગરૂડેશ્વર સબ રજીસ્ટાર કચેરી નો ઉદ્ઘાટન – પણ દસ્તાવેજૉ ની નોંધણી જ નહીં!!!!

રાજપીપળા સબ રજીસ્ટાર કચેરી ગરૂડેશ્વર તાલુકાના દસ્તાવેજો નોંધતી નથી – લોકો દસ્તાવેજો કરાવવા માટે મારતા વલખા

ગુજરાત સરકાર લોકાભિમુખ વહીવટ કરવા માટે કચેરીઓ તો શરૂ કરે છે પરંતુ આ કચેરીઓ કેટલીક વાર માત્ર કાગળ ઉપર જ કાર્યરત થતી હોય છે !!કચેરીમાં લોકો મુલાકાત અર્થે અને પોતાના કામકાજ અર્થે આવે છે પરંતુ લોકોના કોઈ કામકાજ જ થતા નથી. અને લોકોને પારાવાર તકલીફો અને મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે આવા અનેક કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે ત્યારે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં પણ મોટા ઉપાડે શરૂ કરવામાં આવેલી ગરૂડેશ્વર તાલુકાની દસ્તાવેજૉ નોંધવા માટે ની સબ રજીસ્ટર કચેરી હાલ નર્મદા જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બની છે.

ગરૂડેશ્વર તાલુકામાં આવેલ મિલકતોની ગરૂડેશ્વર ખાતે જ દસ્તાવેજ કરી ત્યાની કચેરીમાં જ દસ્તાવેજની પ્રક્રિયા હાથ ધરાય એ માટે સરકારે ગરૂડેશ્વર ખાતે રજીસ્ટાર કચેરી શરૂ કરવાની જાહેરાત કરી. પહેલી જાન્યુઆરી 2024 ના રોજ ઉદ્ઘાટન કરીને આ કચેરી શરૂ પણ કરવામાં આવેલી છે, પરંતુ આજે દસ દસ દિવસના વાણા વાયા આ કચેરીમાં દસ્તાવેજની કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવતી જ નથી !!! જેથી લોકોને પારાવાર મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. ગરૂડેશ્વર ખાતે રજીસ્ટાર કચેરી શરૂ થતા ગરૂડેશ્વર તાલુકાના તમામ મિલકતોના સર્વે નંબરો ના દસ્તાવેજ રાજપીપળા ખાતેની કચેરીમાં કરવા આવતા લોકોને ધરાર રીત ના પાડવામાં આવે છે કે તમે તમારા તાલુકામાં જ નવી કચેરી શરૂ થઈ છે જેથી તમે ત્યાંજ દસ્તાવેજ કરાવો અને ગરૂડેશ્વર ખાતેની કચેરીમાં લોકો જાય છે ત્યારે ગાંધીનગર ખાતેની કચેરીએથી ગૂંચવાડા ઉભા થયા હોય આ કચેરીમાં હજુ કામકાજ શરૂ થયું નથી!!! નું જાણવા મળી રહ્યું છે.

ગાંધીનગર સ્થિત આઈ ટી. અને એન.આઇ.સી. વિભાગની કચેરીઓ આ બંને મળીને રાજપીપળા ખાતેથી સર્વે નંબરો ને છૂટા પાડે તો જ દસ્તાવેજો ગરુડેશ્વર ખાતે ની સબ રજીસ્ટર કચેરી ખાતે કરવાનું શક્ય બને એવું જાણવા મળી રહ્યું છે. ત્યારે રાજપીપળા ખાતેથી ગરૂડેશ્વર તાલુકાના સર્વે નંબરો ને ક્યારે છૂટા પાડવામા આવે છે ?? ગરૂડેશ્વર ખાતે સબ રજીસ્ટર કચેરી શરૂ થયા ને 10 દિવસ તો થઈ ગયા લોકો દસ્તાવેજો કરવા માટે રાહ જુએ છે. રાજપીપળા અને ગરુડેશ્વરના ધક્કા ખાય છે પરંતુ પોતાના દસ્તાવેજો કરી શકતા નથી!! તો આ મામલે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સત્વરે પગલા ભરી સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવે એ પ્રજા ના હિતમાં ગણાસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here