નર્મદા જીલ્લાના ગરુડેશ્વર પાસેના ભિલવશી ગામે વન તલાવડી બનાવતા વન કર્મીઓ ઉપર હુમલો, પાંચ વિરુદ્ધ ફરિયાદ

ગરુડેશ્વર,(નર્મદા) આશિક પઠાણ :-

ઘાયલ વન કર્મીઓ ને સારવાર અર્થે ગરુડેશ્વર સરકારી હોસ્પિટલ માં દાખલ કરાયા

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ભિલવશી ગામે ગોરા રેન્જ ના બિટગાર્ડ તેમજ બે સાથી JCB દ્વારા વન તલાવડી બનાવી રહ્યા હતા ત્યારે કેટલાક ઈસમો આવીને તેઓ ઉપર બોલાચાલી કરી હુમલો કરતા બિટગાર્ડ સહિત અન્યો ને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ફરીયાદી સંજયભાઇ શનાભાઇ બારીયા ઉ.વ.૨૮ ધંધો-નોકરી ગોરા રેન્જ, ગોરા રાઉન્ડમાં બીટ ગાર્ડ તેમજ સહેદો યતિશ ભાઈ અને અંબાલાલ JCB મશીન લઈ ભીલવશી બીટના જંગલ કમ્પાર્ટમેન્ટ નં-૫૦ માં વનતલાવડી બનાવવાનું ખોદકામ કરતા – હતા તે વખતે આ કામના આરોપીઓ (૧) કરણભાઇ ઝવેરભાઇ વસાવા (ર) અરવિંદભાઇ ઝવેરભાઇ વસાવા (૩) ગોપાલભાઇ ઝવેરભાઇ વસાવા (૪) કપિલાબેન કરણભાઇ વસાવા (૫) સરાદભાઇ વાલજીભાઇ વસાવા તમામ રહે. બારખાડી તા.ગરૂડેશ્વર જી.નર્મદા એક સંપ થઈ ફરી તથા સાહેદોને માં-બહેન સમાણી ગાળો બોલી ઝપાઝપી કરી લાકડી વડે તથા હાથમાં પથ્થર લઈ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી આ જમીનમાં તમો વનતલાવડી ખોદશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી સરકારી કામમાં રૂકાવટ કરી ત્યારે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગરુડેશ્વર પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જોકે સમગ્ર મામલે ગોરા રેન્જ ઓફિસર વિરેન્દ્રસિંહ ગઢીયા તેમજ સ્ટાફ માણસો સ્થળ ઉપર પહોંચી મદદનીશ વન સંરક્ષક રાજ પટેલ તેમજ નાયબ વનસંરક્ષક બીજે પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ વનતલાવડી માં થયેલ પેશકદમી અટકાવી એની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી ઘાયલ વન કર્મીઓ ને ગરુડેશ્વર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમજ ગરુડેશ્વર પોલીસે આરોપીઓ ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here