દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રાજપીપળાની જેલમા…

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા ની જેલમાં બંધ ડેડિયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્નિ ની મુલાકાત લીધી – આપી સાંત્વના

ગુજરાત ની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગતરોજ નેત્રંગ ખાતે એક જંગી જાહેર સભાને સંબોધ્યા બાદ આજરોજ રાજપીપળા ની જેલ ખાતે આવી જેલમાં બંધ ડેડીયાપાડા ના ધારાસભ્ય ચેતર વસાવા સહિત તેમની પત્ની શકુંતલાબેન ની મુલાકાત લીધી હતી અને તેઓને સાંત્વના આપી હતી અને સમગ્ર પાર્ટી તેમની સાથે હોવાનું પણ જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજપીપળા ખાતે નની જેલ બહાર પત્રકારો સાથેની વાતચીતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ જણાવ્યું હતું કે ભાજપા ને ગુજરાતમાંથી જનતા ઉખેડીને ફેકશે હવે ભાજપા ના અન્યાય અત્યાચાર અને તાનાશાહીની ભારે હદ થઈ ગઈ છે, પાણી માથા પરથી વહી રહ્યું છે, ત્યારે ચેતર વસાવા કે જે જનતાના પ્રશ્નો માટે લડે છે જનતાના મુદ્દાઓ ઉઠાવે છે એટલે તેમને જેલમાં ધકેલાયા છે.

ભરૂચ લોકસભાની બેઠક પરથી ચેતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડશેનું પણ પત્રકારોને જણાવ્યું હતું, અને ચેતર વસાવાની જામીન અરજી સુપ્રિમ કોર્ટમાં જો મંજૂર નહીં થાય તો તેમના વતી આમ આદમી પાર્ટી અને સમગ્ર જનતા લોકસભા ની ચૂંટણી લડશે, અને ચેતર વસાવાને જનતા ચૂંટણી જીતાડશે નો પણ પત્રકારોની વાતચીતમાં અરવિંદ કેજરીવાલ એ જણાવ્યું હતું.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દેશમાં એ વાતનું ચલણ બન્યું છે કે જે જનતા માટે લડે છે તેની સામે સીબીઆઇ અને ઇ ડી ની તપાસો ઉભી કરવામાં આવે છે, અને તેઓને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. ચેતર વસાવા લોકોની લડાઈ લડી, લોકોના પ્રશ્નો માટે, આદિવાસીઓના પ્રશ્નો માટે સરકાર સામે જજુમ્યા જેથી તેમને જેલમાં પૂર્યા હોવાનો ભાજપા સરકાર ઉપર આરોપ લગાવ્યો હતો. ભાજપા સરકારે ચેતર વસાવાની પત્ની શકુંતલાબેન ને પણ જેલમાં પૂર્યા જેને આદિવાસી સમાજ ના અપમાન સમાન ગણાવી ભગવંત માને જણાવ્યું હતું કે આદિવાસીઓ એનો બદલો લોકસભાની ચૂંટણીમાં મતદાન કરીને લેશે, અને જ્યારે લોકો લડવા માટે મેદાનમાં ઉતરે તેને કોઈપણ હરાવી શકતો નથી એમ ભગવંત માને જણાવ્યું હતું.

ગુજરાત ની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગતરોજ નેત્રંગ ખાતે એક જંગી જાહેર સભાને સંબોધ્યા બાદ આજરોજ રાજપીપળા ની જેલ ખાતે આવી જેલમાં બંધ ડેડીયાપાડા ના ધારાસભ્ય ચેતર વસાવા ની મુલાકાત લીધી હતી અને તેઓને સાંત્વના આપી હતી અને સમગ્ર પાર્ટી તેમની સાથે હોવાનું પણ જણાવ્યું હતુ.

લોકસભાની ચૂંટણીઓમાં ગઠબંધન અંગે પૂછવામાં આવતા આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન બંને એ આ પ્રશ્નનો જવાબ આપવા નુ ટાળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here