મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-
ગરીબનવાજ સોસાયટી અને આશિયાના સોસાયટી વિસ્તારમાં કુતરાઓ એ અનેક લોકો પર હુમલા કર્યા
ગરીબનવાજ સોસાયટી ના 6 અને આશિયાના વિસ્તારના ત્રણ લોકો કુતરાના આતંક નો ભોગ બન્યા
મહિલાઓ અને બાળકોને કુતરાઓ એ બચકા ભરતા લોકો થયા લોહી લુહાણ
સમી સાંજે બનેલી ઘટનામાં કુંતરાઓ ના આતંક નો ભોગ બનેલા તમામ નવ લોકોને મોડાસા સાર્વજનિક હોસ્પિટલ માં સારવાર માટે લવાયા
મોડાસા માં અવારનવાર રખડતા કુતરાઓનો ભોગ લોકો બનતા હોય છે ત્યારે મોડાસા નગરપાલિકા દ્વારા આ સમસ્યા ના ઉકેલ માટે કોઈ જ પગલાં ભરવામાં ન આવતા લોકોમાં નગરપાલિકા ના વહીવટદારો તેમજ સ્થાનિક કોર્પોરેટરો સામે ભારે રોષ