ગોધરા ભાજપા ઉપર કલંક સમાન ત્રણ હોદ્દેદારો.. પડીકી,ગુટખા અને તમાકુનો કાળો કારોબાર કરતા હોવાની લોકચર્ચા…

ગોધરા,

કલમ કી સરકાર :- સાજીદ શેખ

ત્રણ માથાઓમાનો એક માથો ભાજપના હોદ્દેદારની સાથો-સાથ આંક ફરક તેમજ ક્રિકેટના સટ્ટા બેટિંગના કાળા કારોબારનો કિંગ હોવાની ચર્ચા…

ગલી-નાકા પર કે પછી નદીમાં જુગાર આંક-ફરકનો કાળો કારોબાર કરનારાઓમાંથી આજે અમુક સટોડિયાઓ પડીકી,ગુટખા અને તમાકુના વેપારી બની ગયા…!!

આમ તો બારેમાસ અમુક નજર રાખાનારાઓની રહેમ નજર હેઠળ આ સટોડિયાઓ બેબાક રીતે કોઈની પણ સહેશરમ વગર જાહેરમાં આંક ફરકનો જુગાર રમાડી ગરીબોનું ખૂન ચૂસે છે અને હવે પડીકી,ગુટખા,તમાકુ વેચી ગરીબોના ખૂનમાં કેન્સર ભેળવી રહ્યા છે...

જો જવાબદાર ઉચ્ચ અધિકારી તપાસ કરે તો સમજમાં આવી જશે કે હાલ પડીકી,ગુટખા તમાકુનો વેપાર કોણ-કોણ કરી રહ્યા છે…!!?

અવાર નવાર કુદરતને પડકાર આપનાર ચીનની અવડચંડી ભૂલોના કારણે આજે સમગ્ર વિશ્વમાં કોહરામ મચાવનાર કોરોના વાયરસ પોતાનો ઈતિહાસ લેખાવતો હોય એમ રોજે-રોજ માનવજીવોનો ભોગ લઇ રહ્યો છે. જગત જમાદાર એવા અમેરિકાનાં હાલ બે હાલ થઇ ગયા છે, લાખ્ખોની સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે અને હજારો લોકો પોતાના જીવોથી હાથ ધોઈ બેઠા છે. આવા કપરા સમયમાં વિધિનો લેખક એવો વિધાતા શું કેહવા માંગી રહ્યો છે એ કોઈને પણ સમજાતું નથી, કોઈ પણ ધર્મને અનુશરનારો માણસ આજે નિરાધાર બની બેઠો છે. કારણ કે આજ દિન સુધી કોરોના વાયરસનો ઈલાજ તો દુર રહ્યો પરંતુ એને કઈ રીતે અટકાવવો એ પણ ચોક્કસ રીતે સમાજાયુ નથી, તેમછતાં કોરોનાનો જનેતા એટલે કે જન્મદાતા એવા ચીને જે રીતે કોરોનાનાં સંક્રમણને કાબુમાં કર્યો હતો એના અનુશરણ મુજબ ભારત સરકારે પણ સમસ્ત દેશમાં લોકડાઉન જાહેર કરી દીધું છે. અને હાલ એ લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે આ લોકડાઉનમાં ભારતીયજનોને ઘણી બધી તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો છે, તેમછતાં માનવ જીવનની આગળ દરેક સમસ્યા નાની છે એવું વિચારીને તમામ ભારતીયજનો એકી સાથે સરકારની પડખે ઉભા થઇ ગયા છે. પરંતુ ગોધરા નગરના અમુક નામચીન એવા લાલચી ભેડીયાઓ સત્તાની આડમાં સતાપક્ષ એવી ભાજપ સરકારને સરેઆમ બદનામ કરવાનું કામ કરી રહ્યા છે.

પ્રવર્તમાન સમયમાં સમસ્ત ભારત સહીત ગોધરા નગરમાં પણ પોલીસ પ્રસાસન દ્વારા લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરાવાય રહ્યું છે. જેના કારણે આવશ્યક ચીજ-વસ્તુઓને બાદ કરતા દરેક કામ ધંધા તેમજ દુકાનો સંપૂર્ણપણે બંધ રહે છે અને હાલ લોકડાઉનને 43 દિવસથી વધુનો સમય વીતી જતા પડીકી,ગુટખા અને તમાકુના વ્યાસનો કરનારા લાચાર બની બેઠા છે. પડીકી-ગુટખા તંબાકુને પોતાની દિનચર્યાનો એક ભાગ સમજનારાઓ આજે કોઈ પણ ભોગે પોતાની લતને પૂરી કરવા ગમે તે હદે જવા તૈયાર છે, જેનો લાભ લઇ ગોધરા નગરના અમુક રાજકીય માથાઓ રાતો-રાત માલેતુજ્જાર બનવા નીકળી પડ્યા છે. લોકચર્ચા મુજબ ગોધરા ભાજપના ત્રણ મોટા માથાઓ રોજ રાત્રે પોતાના હોદ્દાની આડમાં ઘરથી બહાર નીકળે છે અને નંગ દીઠ પાંચ રૂપિયામાં વેચાતી પડીકી-ગુટખા તમાકુને પાંચ ઘણા ભાવે જથ્થાબંધમાં વેચતા હોય છે.

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ભાજપના મંત્રીઓથી લઈને જીલ્લા કક્ષાના તમામ કાર્યકતાઓ આ મહામારીના સમયમાં દેશહિત માટે લોકોની પડખે ઉભા છે, અનેક સેવાભાવી ટ્રસ્ટો અને સામાજિક સંસ્થાઓ જરૂરતમંદો માટે ભોજનની કે પછી અનાજની વ્યવસ્થા કરતા દેખાઈ આવે છે. જ્યારે અમુક નગરોમાં તો જીલ્લા વહીવટી તંત્ર સહીત પોલીસ પ્રસાસન પણ ગરીબ ભૂખ્યાઓની વ્હારે આવ્યું છે. આજે એક વાત તો નક્કી થઇ ગઈ છે કે ભેદભાવ અને ઊંચ-નીંચ વગર એક માનવી બીજા માનવી માટે ભગવાન સમાન કાર્ય કરી જાય તો જ આ ધરતી પર માનવતાનું જીવંત રહેવું શક્ય છે નહિ તો આજના કળયુગમાં રાક્ષસ જેવા કોરોનાની સામે લડવું મુશ્કેલ જ નહી નામુમકીન બની ગયું છે. તેમછતાં ગોધરા નગરના આ ત્રણ નામચીન લોકો નીંચતાની દરેક હદો પાર કરી પડીકી, ગુટખાનો કાળો કારોબાર કરી રહ્યા છે.

બિન સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ ગોધરા નગરના આ ત્રણ માથાઓમાનો એક માથો ભાજપના હોદ્દેદારની સાથો સાથ આંક-ફરક તેમજ ક્રિકેટના સટ્ટા બેટિંગના કાળા કારોબારનો કિંગ કહેવાય છે. જેનો લાભ એ ચતુર ભેડીઓ આજે પડીકી, ગુટખા તમાકુના માલને સપ્લાય કરવા કે પછી અન્ય શહેરમાં પહોંચાડવામાં ઉપયોગ કરી રહ્યો છે. આ નામચીન સટોડીઓ બીજા અન્ય નાના-નાના જુગાર, આંક-ફરકનો ધંધો કરતા બેનંબરીયાઓની સાંઠગાંઠ સાથે માલ વેચતો રહે છે. આજે ગોધરા નગરમાં પણ જો જવાબદાર ઉચ્ચ અધિકારી તપાસ કરે તો સમજમાં આવી જશે કે હાલ પડીકી,ગુટખા તમાકુનો વેપાર કોણ-કોણ કરી રહ્યા છે…!!? દરેક ગલી-નાકા પર કે પછી નદીમાં જુગાર આંક-ફરકનો કાળો કારોબાર કરનારાઓમાંથી આજે અમુક સટોડિયાઓ પડીકી,ગુટખા અને તમાકુના વેપારી બની ગયા છે. હાલની આ મહામારીના સમયમાં ગરીબ લોકો અનાજ માટે તરસી રહ્યા છે ત્યારે આ લોભી લાલચુ સટોડીયાઓ પોતાની આદત મુજબ ગરીબોનું ખૂન ચૂસી રહ્યા છે, આમ તો બારેમાસ આ જુગારિયા-સટોડીયાઓ અમુક નજર રાખાનારાઓની રહેમ નજર હેઠળ બેબાક રીતે કોઈની પણ સહેશરમ વગર જાહેરમાં આંક ફરકનો જુગાર રમાડતા હોય છે અને ગરીબ મજુરીયા લોકોનું ખૂન ચૂસતા હોય છે અને હાલ એમના જુગારના કાળા ધંધાઓ બંધ છે તો તેઓ સત્તાપક્ષની આડ લઇ પડીકી,ગુટખાનો કાળો કારોબાર ધમધમાવી રહ્યા છે.

આજના લોકડાઉનના સમયમાં પડીકી,ગુટખા તમાકુની વાતોને લઈને અહી જે લખાય રહ્યું છે એનાથી પણ વધુ ગલી-નાકાઓ પર ચર્ચાઈ રહ્યું છે, આજે કોરોના વોરિયર્સ એવા પોલીસકર્મીઓ પોતાના ઘર પરિવારને ભૂલી લોકસેવામાં જોતરાઈ ગયા છે. લોકોના હિત ખાતર દિવસ-રાત પોતાની પવિત્ર ફરજ બજાવતા રહે છે. ગલી મોહલ્લામાં કે પછી રોડ-રસ્તા પર કામ વગર બહાર ફરતા લોકો પર સખ્ત કાર્યવાહી કરી લોકોને કોરોનાનાં સંક્રમણથી દુર રાખે છે. આવા સમયમાં પણ અમુક આંક ફરકના જુગાર રમાડનારા આખો દિવસ પોતાની મોટર સાયકલ પર ગામમાં રખડતા દેખાઈ આવે છે…!! એમને કોઈ રોકતું કે ટોકતું નથી એવું નથી પરંતુ જયારે એમને કોઈ અધિકારી રોકે છે તો એ સમાજસેવાની કે પછી મુખબરીની આડ લઇ છટકી જતા હોય છે અને એમના આ સફેદ જૂઠની ગવાહી અમુક જવાબદાર કર્મીઓ આપી દેતા હોય છે. માટે આજે આ સટોડીયાઓ બિન્દાસ રીતે પડીકી,ગુટખા તમાકુના કાળો કારોબારની હેરાફેરી કરવામાં સફળ નીવડતા હોય છે. હવે જોવું રહ્યું કે ભાજપાના જવાબદાર નેતાઓ અને જીલ્લા પોલીસ પ્રસાસન બીજા અન્ય જિલ્લાઓમાં પડીકી,ગુટખા અને તમાકુનો કાળો કારોબાર કરનારાઓ પર પ્રોહીબીશનનો ગુનો નોંધી જે રીતે કાર્યવાહી કરે છે એ રીતે પંચમહાલ જીલ્લાનાં પાટનગર એવા ગોધરા નગરમાં પણ કરશે કે કેમ…!!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here