(PMGKAY) હેઠળના વિના મૂલ્યના રાશન નો લાભ લીધેલ નથી તેવા તમામ  રેશનકાર્ડ Silent Ration Card નું entitlement રદ કરી NON-NFSA કરવામાં આવશે

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

પંચમહાલ સહિત કાલોલ ગામ તાલુકા શહેરમાં ઝુંબેશ સ્વરૂપે કાર્યવાહી હાથ ધરી તા.૩૧/૦૮/૨૦૨૧ પહેલા આ કામગીરી પૂર્ણ કરવા જણાવવામાં આવે છે. નિયામક અન્ન અને નાગરિક પુરવઠા 20/07/2021ના આ પરિપત્ર મુજબ રેશનકાર્ડ ઉપર લાંબા સમયથી (૬ માસ કે ૧૨ માસથી વધુ) કોઈપણ પ્રકારે વિતરણ માટે ટ્રાન્ઝકશન કરવામાં આવેલ નથી. આથી, સૌ પ્રથમ આપના કુટુંબના તમામ સભ્યોના આધારકાર્ડ નંબરની વિગતો સાથે મામલતદાર કચેરી/ઝોનલ કચેરીનો તાત્કાલિક સંપર્ક કરી આપની eKYCની પ્રકિયા પૂર્ણ કરવા વિનંતી.તા. ૦૧ સપ્ટેમ્બર થી બાકી રહેલ તમામ Silent Ration Card” નું entitlement રદ કરી NON-NFSA કરવામાં આવશે જેની ખાસ નોંધ લઈ ટોચ અગ્રતા આપવા વિનંતી છે.

પંચમહાલ સહિત કાલોલ તથા કાલોલ તાલુકા ના  NSF તમામ રાશનકાર્ડ ગ્રાહકોને સંદર્ભિત અન્વયે જણાવવાનું કે, રાજ્યમાં તા.૦૧/૦૪/૨૦૧૬ થી રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો ૨૦૧૩ અમલમાં મૂકવામાં આવેલ છે, જે અંતર્ગત રાજ્યમાં લાભાર્થીની ઓળખ માટે માર્ચ-૨૦૧૮ થી આધાર આધારિત વિતરણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવેલ છે.
હાલ રાજ્યમાં ૭૧ લાખ રેશનકાર્ડ ધારકો પૈકી વર્ષ ૨૦૨૦-૨૧ તથા વર્ષ ૨૦૨૧-૨૨માં Covid-19 ની વિષમ પરિસ્થિતિમાં પણ છેલ્લા ૬/૧૨ મહિના દરમ્યાન જે કાર્ડધારકોએ રાહત દરના રેશન તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળના વિના મૂલ્યના રાશન નો લાભ લીધેલ નથી તેવા રેશનકાર્ડ ધારકોની ખરાઈ થવી ખૂબ જરૂરી જણાયેલ છે.
આથી, રાજ્યના જે NFSA રેશનકાર્ડધારકોએ ૬ માસ/૧૨ માસ કે તેથી વધુ સમયથી પોતાને મળવાપાત્ર રેશનીંગ જથ્થો કોઇપણ વિકલ્પ દ્વારા ઉપાડતા નથી (જે રેશનકાર્ડ ઉપર કોઇ પણ પ્રકારથી વિતરણ નોંધાયેલ ન હોય) તેવા રેશનકાર્ડધારકોને Online P.D.S સીસ્ટમમાં Silent Ration Card” તરીકે Identify કરવામાં આવેલ છે. તેવા સાયલેન્ટ જણાયેલ રેશન કાર્ડધારકોને હાલ પૂરતા N.I.C. દ્વારા P.D.S. માંથી Disable/Block કરવામાં આવેલ છે, જેની નોંધ લેશો.
આવા પ્રકારનાં Disable/Block રેશનકાર્ડ પર હાલ પૂરતું Aadhaar Successful, Aadhaar Failed, Sale With Alternate Document કે Offlineથી વિતરણ થઈ શકશે નહી.
હાલ આ રેશનકાર્ડને NON-NFSA એટલે કે તેમનું મૂળભૂત entitlement રદ કરવામાં આવેલ નથી.
Disable/Block” થયેલ રેશનકાર્ડ ધારકોને P.D.S. Systemમાં અલગથી Identify કરી શકાય તે માટે નાયબ મામલતદાર/મામલતદારશ્રી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી વગેરે તે અંગેની અલગ યાદી PDS વેબસાઈટમાં Query મેનુમાં GPCCમાં Block/Silent RationCard Summary માંથી જોઈ/મેળવી શકશે.
જો Silent Ration Cardના કોઈપણ સભ્ય દ્વારા પોતાને મળવાપાત્ર જગ્યાના ઉપાડની પ્રક્રિયા માટે વાજબી ભાવની દુકાને વિતરણની કોઈપણ પધ્ધતિથી વિતરણ માટે પ્રયાસ કરવામાં આવશે તો eFPS Application સિસ્ટમમાં નીચે મુજબનો મેસેજ FPS Dashboard (eFPS Application) ઉપર Display થશે. આપના રેશનકાર્ડ ઉપર લાંબા સમયથી (૬ માસ કે ૧૨ માસથી વધુ) કોઈપણ પ્રકારે વિતરણ માટે ટ્રાન્ઝકશન કરવામાં આવેલ નથી. આથી, સૌ પ્રથમ આપના કુટુંબના તમામ સભ્યોના આધારકાર્ડ નંબરની વિગતો સાથે મામલતદાર કચેરી/ઝોનલ કચેરીનો તાત્કાલિક સંપર્ક કરી આપની eKYCની પ્રકિયા પૂર્ણ કરવા વિનંતી. Disable/Block (૫) સીસ્ટમમાંથી કરવામાં આવેલ રેશનકાર્ડ પર લાભાર્થી દ્વારા અનાજ મેળવવા માટે સંબંધિત મામલતદાર કચેરી/ઝોનલ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આ પ્રકારના “Silent Ration Card”ના તમામ સભ્યોના આધાર સીડીંગની પ્રક્રિયા માટે UIDAI eKYC ફરજીયાત કરવાનું રહેશે. તમામ સભ્યોના UIDAI-eKYC વેરીફીકેશન થયા બાદ જ તે રેશનકાર્ડ Active થઈ શકશે.
રેશનકાર્ડ ધારક દ્વારા સંબંધિત મામલતદાર કચેરી/ઝોનલ કચેરીમાં અરજી કર્યેથી કાર્ડધારકની પાત્રતાની ચકાસણી કરી, રેશનકાર્ડમાં સમાવિષ્ટ તમામ સભ્યોના નામ, હયાતી, આધારકાર્ડ નંબર, બેંક ખાતા નંબર, મોબાઈલ નંબર જેવા જરૂરી આધાર/પુરાવા મેળEવી રેશનકાર્ડને પુનઃ Active કરવા માટે સંબંધિત મામલતદાર દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી (D.S.O) – Online ભલામણ(Recommendation) કરવાની રહેશે. જિલ્લા પુરવઠા અધિકારીશ્રી (D.S.O)ની મંજુરી (Approval) મળ્યા બાદ તે રેશનકાર્ડધારકને તે માસ દરમ્યાન મળવાપાત્ર જથ્થાનું વિતરણ થશે તથા આવનાર માસમાં તેને મળવાપત્ર જથ્થાની રાબેતા મુજબ ફાળવણી થાય તે માટે ઓનલાઇન સિસ્ટમમાં વ્યવસ્થા કરવામાં આવશે.
ઉપરોકત વિગતે આપના જિલ્લાના આ પ્રકારના કાર્ડધારકો માટે Block/Silent RationCard Summary માંથી રેશનકાર્ડ ધારકોની વિગતો મેળવી ક્ષેત્રિય સ્તરે પંચમહાલ સહીત કાલોલ ગામ તાલુકા શહેરમાં ઝુંબેશ સ્વરૂપે કાર્યવાહી હાથ ધરી તા.૩૧/૦૮/૨૦૨૧ પહેલા આ કામગીરી પૂર્ણ કરવા જણાવવામાં આવે છે. તા. ૦૧ સપ્ટેમ્બર થી બાકી રહેલ તમામ Silent Ration Card” નું entitlement રદ કરી NON-NFSA કરવામાં આવશે જેની ખાસ નોંધ લઈ ટોચ અગ્રતા આપવા વિનંતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here