શહેરા તાલુકાના નવી સુરેલી પ્રાથમિક શાળામાં સરકારશ્રીની આવતી ગ્રાન્ટનો ખરો ઉપયોગ થયો છે કે કેમ તે અંગે તપાસનો વિષય છે.

શહેરા(પંચમહાલ),
ઇમરાન પઠાણ

સરકાર દ્વારા શાળાના કાર્ય માટે દરવર્ષે પ્રાથમિક શાળાઓને હજારો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે કારણ કે શાળામાં કોઈ કાર્ય કરવું હોય તો તે ગ્રાન્ટમાંથી કરી શકાય અને શાળાની પ્રગતિ થઈ શકે તે હેતુથી સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓને હજારો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, પરંતુ તેમાંથી અમુક શાળામાં સરકારશ્રીની ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો હોય તેવુ જણાતું નથી, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની નવી સુરેલી ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા ત્રણ વર્ષના સમયગાળામાં સરકારશ્રી દ્વારા શાળાને કેટલી ગ્રાન્ટ આપવામાં આવી હતી અને શાળામાં અન્ય કેટલી રકમ જમા હતી જેવી કે શાળાના જુના ઓરડાનો કાટમાળ કેટલી કિંમતમાં હરાજી કરાયો હતો તેમજ શાળાના કંમ્પાઉન્ડમાં લીમડાનું ઝાડ હતુ તેની હરાજીમાં કેટલી કિંમત આવી હતી, તે જ પ્રકારે શાળામાં અન્ય કોઈએ દાનમાં રકમ આપી હતી તે કેટલી હતી આ બધી મળીને શાળામાં કેટલી રકમ થાય છે અને શાળામાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે તે યોગ્ય છેકે તેમાંથી કેટલા બિલ સાચા છેકે ખોટા મુકવામાં આવ્યા છે, આ તમામ બાબતોની જીણવટ ભરી તપાસ થાય તો સત્ય હકીકત બહાર આવે તેમ છે. જોકે શાળામાં આવતી ગ્રાન્ટ બાબતે સુરેલી ગામના એક જાગૃત નાગરિક કનુભાઈએ શહેરા બી.આર.સી. કચેરી અને જિલ્લા શિક્ષણા અધિકારીને લેખિતમાં અરજી પણ કરી હોવાનું જાણવા મળે છે વધુમાં એવુ પણ જાણવા મળે છેકે અરજીના અનુસંધાને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી એકાઉન્ટ તપાસમાં આવ્યા હતા અને અરજદાર કનુભાઈને સહી કરી આપવાનું પણ કહેવામાં આવ્યું હતું પરંતુ કનુભાઈએ સહી કરી નહી કરી હોવાનું જાણવા મળ્યું છે, જો આ અંગે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ સચિવ દ્વારા તપાસ હાથ ધરાય તો સત્ય હકીકત બહાર આવે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here