GCERT ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ તથા તાલુકા શિક્ષણ સમિતિ શહેરા તથા બ્લોક રિસોર્સના સંયુક્ત ઉપક્રમે શહેરા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023 મોડેલ સ્કૂલ કાંકરી ખાતે યોજાયુ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાનો બ્લોક કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન ઉપાધ્યક્ષ શ્રી,ગુજરાત વિધાનસભાના ,ધારાસભ્ય શ્રી શહેરા,ચેરમેનશ્રી પંચામૃત ડેરી,અને ચેરમેન શ્રી પંચમહાલ ડિસ્ટ્રીકટ ઓપરેટીવ બેન્ક શ્રી જેઠાભાઇ ભરવાડ (આહીર)ના અધ્યક્ષ સ્થાને પ્રદર્શન નો સુભારંભ કરવામાં આવ્યો.તાલુકાના 22 ક્લસ્ટર માંથી 110 જેટલી મુખ્ય થીમ સમાજ માં વિજ્ઞાન ટેકનોલોજી નો ઉપયોગ આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી .જેમાં ચંદ્રયાન અને લેન્ડર રોવરે સૌને ઉત્સાહિત કર્યા ,આજના આ બાળવૈજ્ઞાનિક પ્રદર્શન:-2023માં માનનીયશ્રી જેઠાભાઇ ભરવાડ સાહેબે આજે આ તમામ કૃતિ રજૂ કરનાર માર્ગદર્શક શિક્ષકશ્રી અને વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવી આગામી સમય મા શહેરા તાલુકો જિલ્લા અને રાજ્ય માં શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને તાલુકાના બાળકો ને સારું શિક્ષણ મળે તે માટે શુભાષિશ પાઠવ્યા હતા. બીઆરસી કો ઓડીનેટર શ્રી રાકેશભાઈ પટેલ દ્વારાશહેરા તાલુકા ના બાળવૈજ્ઞાનિક પ્રદર્શન વિશે સંપૂર્ણ માહિતી રજૂ કરી ને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી કૃણાલ હઠીલાદ્વારા આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત સાથે શુભાષિશ પાઠવ્યા હતા.સાથે ડાયટ ના સિનિયર લેક્ચરર દ્વારા પણ શહેરાનું પ્રદર્શન જિલ્લા માં ઇનોવેટિવ કાર્ય સાથે કાર્ય કરે છે તેમજ બાળવૈજ્ઞાનિકોને વૈજ્ઞાનિક બનવા માટે આર્શીવચન આપ્યા હતા.કૃતિ સાથે આવેલ બાળ વૈજ્ઞાનિકો ને સ્કૂલબેગ,વોટરબેગ,ક્લિપબોર્ડ, કંપાસબોક્સ અને શૈક્ષણિક લીધેલ તમામ બાળકોને શૈક્ષીક સંઘ,ઘટક સંઘ અને તાલુકના શિક્ષકમિત્રો દ્વારા આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કૃતિ માં હાજર તેમજ વિજેતા તમામ બાળકો ને ટ્રોફી, શિલ્ડ,પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here