સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારી ઉદ્યોગ મન્ત્રાલય દ્વારા ઇન્ડસ્ટ્રી 4.0 નેશનલ કોન્ફરન્સ યોજાઈ

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

ગુજરાતના એકતા નગરમાં આજે ભવિષ્યના પડકારો માટે સજ્જ બનતું ભારી ઉદ્યોગ મંત્રાલય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત વૈશ્વિક ઉત્પાદન હબ તરીકે ઉભરી રહ્યું છે: ડૉ. મહેન્દ્રનાથ પાંડે

ગુજરાતના કેવડિયામાં એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડે, ગુજરાતના માનનીય મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે અતિથિ વિશેષ તરીકે ભારે ઉદ્યોગ રાજ્ય મંત્રી કૃષ્ણ પાલ ગુર્જર પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારે ઉદ્યોગ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, ઓટોમોબાઈલ ક્ષેત્રના ઉદ્યોગ અગ્રણીઓ અને ટેકનિકલ નિષ્ણાતો ની કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં ઉત્સાહ અને ઉમંગ સાથે સહુએ ભાગ લીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડસ્ટ્રી 4.0 માટે શુભેચ્છા સન્દેશ મોકલ્યો હતો.

આ નેશનલ કોન્ફરન્સ મા કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી ડૉ. પાંડેએ જણાવ્યું હતું કે આજે ભારત વૈશ્વિક ઉત્પાદન હબ તરીકે ઉભરી રહ્યું છે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ સરકાર બધા ને સમાવીને વિકાસની દિશામાં સતત કામ કરી રહી છે. ભારે ઉદ્યોગ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, 15 મી ઓગસ્ટે લાલ કિલ્લાની પરથી માનનીય વડાપ્રધાને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં ફેરવવાનો સંકલ્પ કર્યો હતો અને તેમના નેતૃત્વમાં દેશ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે.,તેમણે વધુમાં ઉમેર્યું હતું કે 2014 સુધી ભારત ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સના ટોચના 50 દેશોમાં પણ નહોતું, પરંતુ આજે વડાપ્રધાનના પ્રેરણાદાયી નેતૃત્વમાં ભારત ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં 40માં ક્રમે પહોંચી ગયું છે.

ડૉ. મહેન્દ્રનાથ પાંડેએ ઉમેર્યું હતું કે ભારતને વિશ્વનું ટેક-સંચાલિત, ઉત્પાદન હબ બનાવવા માટે મોદી સરકારે સુધારાઓ અને પ્રોત્સાહનો પર કામ કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં ભારતને મહત્ત્વપૂર્ણ કડી બનાવવા માટે ઉદ્યોગ અને સાહસિકો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું કે ઇન્ડસ્ટ્રી 4.0 પર નેશનલ કોન્ફરન્સ દ્વારા, તેમને આશા છે કે ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ, યુવા સાહસિકો અને નીતિ નિર્માતાઓ વચ્ચે એક નવું સંકલન થશે.

કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રીએ વધુમાં પોતાનાં વક્તવ્ય માં ઉમેર્યું હતું કે ઓછી કિંમતે સારી ગુણવત્તા અને વધુ સારા સંસાધનોના ઉપયોગને કારણે ભારત અગ્રણી ઉત્પાદન કેન્દ્ર બની શકે છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે કેપિટલ ગુડ્સ સ્કીમમાં ટેક્નોલોજીના વિકાસને પ્રોત્સાહન આપવા માટે અનેક પહેલ કરવામાં આવી છે અને ઉત્પાદન ક્ષમતા વધારવા માટે કેપિટલ ગુડ્સ સ્કીમમાં બીજા તબક્કા માટે ₹1207 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

ડૉ. પાંડે એ જણાવ્યું કે કેપિટલ ગુડ્સ સ્કીમ હેઠળ મંત્રાલય દ્વારા સેન્ટર્સ ઑફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી છે જે અંતર્ગત કોમન એન્જિનિયરિંગ ફેસિલિટેશન સેન્ટરની પણ સ્થાપના કરવામાં આવી છે.

આ કોન્ફ્રન્સ માં ગુજરાત ના મુખ્ય મઁત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર થી વર્તચ્યુઅલી જોડાયા હતા આ કોન્ફ્રરન્સ હેતુ ભારતમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ લાવવાનો છે અને તે માટે પ્રધાનમંત્રી મોદી ની પ્રેરણાથી સમગ્ર ભારત માં ડિજિટલ ક્રાંતિ સાથે ભારત ને સજ્જ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને વધતા પ્રદુષણ થી ભારતમાં દરેક રાજ્યો માં ફેમ 1 અને ફેમ 2 દવારા ઈ વિહિકલ માં સબસીડી આપી પ્રોત્સાહિત કરાય છે ફેમ 1 પૂર્ણ થયું છે હવે હવે ફેમ 2 માં ટૂ વહીલર ની સાથે સાથે 3 વહીલર 4 વહીલર અને કોમર્સીઅલ બસો ને પણ સબસીડી આપવામાં આવી છે આજે ગુજરાત અને કર્ણાટક માં 175 જેટલી ઈ બસો નું લોકાર્પણ કરાયું જેમાં ગુજરાત માં 75 બસો નું લોકાર્પણ કરાયું છે ભારત માં અત્યાર સુધી માં 3800 થી વધુ ઈ બસો દોડી રહી છે અને આગામી સમય માં 7000 થી વધુ ઈ બસો નો લક્ષ્યાંક છે.આ બસો ને ચાર્જિંગ કરવા દેશ ના 22000 પેટ્રોલ પમ્પ ઉપર ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવશે.પ્રધાન મઁત્રી મોદી નું વિસન છે કે 2030 સુધીમાં 45 ટકા કાર્બન ઉત્સર્જન ઓછું કરી શકીએ નું રહ્યુ છે, અને તે માટે બેટરી ઉત્પાદન ને પણ વધારવામાં આવી રહ્યું છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here