સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે મંગળવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

૧૮-દેશના ૩૪ અને ભારતના ૧૭ મળી કુલ ૫૧ પતંગબાજોના અવનવા કરતબો સ્ટેચ્યુ ઓફ યુવિટી રેવાના તીરે વ્યૂ-પોઈન્ટ ખાતે જોવા મળશે

એકતાનગર ખાતે આજે મંગળવારના રોજ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા અને નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪” યોજાનાર છે. નર્મદા જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગર અને SOUના સંયુક્ત ઉપક્રમે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર આઈકોનિક સ્થળ ખાતે યોજાનાર કાર્યક્રમની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે.

આ મહોત્સવથી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાના અદભૂત અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી રહેશે. આ વર્ષે ૧૮ દેશના ૩૪ અને ગુજરાત સહિત ભારતના ૧૪ મળી કુલ ૫૧ પતંગબાજો એકતાનગરના આકાશમાં રંગબેરંગી પતંગનું આકાશી સુંદર દ્રશ્ય ખડુ કરશે. જે દ્રશ્ય અદભૂત અને અવિશ્મરણીય બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here