સિદ્ધપુર ટાઉનમાં ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરતા પાંચ વાહનચાલકો દંડાયા…

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર ટાઉનમાં ટ્રાફિકની જટિલ સમસ્યા દિન-પ્રતિદિન વકરતી જાય છે. ટાઉનમાં ટ્રાફિક નિયમનની કામગીરી ફક્ત હોમગાર્ડ અને ટીઆરબી જવાનો કરતા હોવાથી કામગીરી અસરકારક થતી નથી. સિદ્ધપુર ટાઉનમાં આવતા જતા ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે પાર્ક કરેલ બે મોટર સાઈકલ,બે રીક્ષા સહિત એક વેગેનાર ગાડી ના ચાલકો દંડાયા હતા. જેમાં ટાઉનમાં વગર લાયસન્સે જરૂરી કાગળો વગર બાઈક ચલાવતા યુવકને પણ સિદ્ધપુર પોલીસે ઝડપી પાડ્યો હતો. ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરાતા વાહનો સહીત જરૂરી કાગળો તેમજ લાયસન્સ વગર વાહન ચલાવતાઓ સામે પોલીસે લાલ આંખ કરતા આવા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સિદ્ધપુર ટાઉનના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ ત્રણ રસ્તા આગળ કેટલીય રિક્ષાઓ આવતાજતા વાહનોને અડચણરૂપ થાય તેમજ અકસ્માત સર્જાય તે રીતે દિવસભર પાર્ક કરવામાં આવતી હોવાની બુમરાડને લઈ પોલીસે બિલાલ ઈકબાલભાઈ નાથુ ભાઈ શેખ,રહે.પાંચપાડા, બુકડી પાટણવાળાની રીક્ષા નં.જીજે.૦૧.ટીડી.૯૦૯૮ બસ સ્ટેન્ડ નજીક અડચણરૂપ પાર્ક કરેલી હોવાથી આ ઉપરાંત મંજૂર ભાઈ રહીમભાઈ સુણોસરા રહે.ખળી મુમનવાસવાળા એ બાઈક નં.જીજે.૧. એમજે.૩૦૮૨ જુના બસ સ્ટેન્ડ નજીક અડચણરૂપ પાર્ક કરેલ હોવાથી,નિકુલ ભાઈ જગદીશભાઈ ઠક્કર, સાંઈ બંગલોઝ પાટણવાળા એ પોતાની વેગેનાર ગાડી નં.જીજે.૨૪.એએમ.૪૦૫૯ જુના ટાવર પાસે અડચણરૂપ પાર્ક કરી હોવાથી,રામાજી નારસંગજી ઠાકોર,રહે. મેળોજવાળાએ પોતાની રીક્ષા નં. જીજે.૮.બીસી.૦૨૧૮ સિદ્ધપુર બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરી હોવાથી તેમજ પ્રવિણભાઈ વિરાભાઈ પટ્ટણી,રહે.દેથળીવાળાએ પોતાનું બાઈક નં.જીજે.૦૧.એલએચ.૫૪૮૦ વગર લાયસન્સે ચલાવી જુના બસ સ્ટેન્ડ આગળ આવતા -જતા વાહનો-માણસોને અડચણરૂપ થાય તે રીતે પાર્ક કર્યું હોવાથી સિદ્ધપુર પોલીસે આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here