સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
સિદ્ધપુર માં દેશી-વિદેશી દારૂની બદી અટકાવવાના ભાગરૂપે પોલીસે સિદ્ધપુર ની બે મહિલા તેમજ એક પુરુષ મળી કુલ ત્રણ બુટલેગર ને પ્રોહીબિશન એકટ અન્વયે હદપાર કર્યા હોવાનું ઈ.પીઆઈ પી.એસ.ગૌસ્વામીએ જણાવ્યું હતું.જેમાં પ્રોહીબિશન બુટલેગર ઠાકોર મંજુલાબેન ઇશ્વરજી પ્રતાપજી ઉ.વ.૪૫ રહે-સિદ્ધપુર,સારાભાઇની ચાલી,તા.સિધ્ધપુર જિ. પાટણવાળીને ૪૫ દીવસ માટે પાટણ જિલ્લામાથી હદપાર કરેલ છે.તેમજ અન્ય મહિલા બુટલેગર ઠાકોર નર્મદાબેન વિનુજી મણાજી રહે-શંકરપુરા તા.સિધ્ધપુર જિ.પાટણ વાળીને ૩૦ દિવસ માટે સિધ્ધપુર શહેર,સિધ્ધપુર ગ્રામ્ય,તથા સમગ્ર સિધ્ધપુર તાલુકો વિસ્તારમાંથી હદપાર કરેલ છે.જ્યારે બુટલેગર સંજય રમણ ભાઇ બારોટ રહે.દેથળી, તા.સિધ્ધપુર,જિ.પાટણ વાળાને ૬૦ દીવસ માટે સિધ્ધપુર શહેર,સિધ્ધપુર ગ્રામ્ય,તથા સમગ્ર સિધ્ધપુર તાલુકો વિસ્તારમાંથી હદપાર કરેલ છે.