સિદ્ધપુરમાં કપિલ ષષ્ટીના દિને કપિલ મહામુનિના આશ્રમે મહાપૂજા કરાઈ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુરમાં પવિત્ર સરસ્વતી નદીના સામા કિનારે આવેલ સિદ્ધ પીઠ શ્રીહિંગળાજ માતાજી પરિસરમાં આવેલ પૂજ્ય સાધુ સંત શ્રીવિનોદગીરી બાપુ દ્વારા સ્થાપિત સિધ્ધપુર જેના નામથી પ્રસિદ્ધ છે એવા કપિલ મહામુનિ ના આશ્રમ ખાતે ભાદરવા વદ છઠ (ષષ્ટી) ને દિવસે કપિલ મહામુનિ ભગવાનની જન્મતિથિ હોય કપિલ મહામુનિની જન્મતિથિને ઉજવવામાં આવી હતી સવારથી જ આશ્રમ ખાતે ભૂદેવો દ્વારા કપિલ મહામુનિ ની મહાપૂજા જળાઅભિષેક તેમજ મંત્ર પુષ્પાંજલિ તેમજ આરતી કરી સવારે 9:00 કલાકે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી હતી કથા સમાપન બાદ ત્યાંથી 11:00 વાગે મહેસાણા મંડળના 40થી વધારે સંતો મોટર યાત્રા દ્વારા બિંદુ સરોવર ખાતે આવેલા કપિલ મહામુનિના મુખ્ય સ્થાનકે સાધુ સંતો તેમજ બિંદુ સરોવર સ્થિત બ્રાહ્મણો દ્વારા સામૂહિક રીતે કપિલ મહામુનિની પંચોપચાર પૂજા કરી મહાઅભિષેક કરાયો હતો ત્યારબાદ યાત્રા બપોરે એક વાગે પરત આવી હતી શોભાયાત્રા નીકળ્યા પછી કપિલ આશ્રમ ખાતે વાલકેશ્વર મંડળના પિયુષભાઈ ભગતના ભજન રખાયા હતા જે બપોરે ૩ વાગ્યા સુધી ચાલ્યા હતા ત્યાર બાદ મહાપ્રસાદ સાથે પૂર્ણાહુતી કરાઇ હતી આ પ્રસંગે સિધ્ધપુર તેમજ પાટણ મહેસાણા બનાસકાંઠા આજુબાજુના ગામોના સંતો મહંતો તેમજ ભક્તગણ સોશિયલ ડિસ્ટન્સ જાળવી હાજર રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here