સિદ્ધપુરના કોટ ગામની સીમમાંથી જુગાર રમતા છ શકુનીઓ ઝડપાયા

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુરના કોટ થી મેથાણ જવાના કાચા નેળિયાની બાજુમાં કોટ ગામની સીમ માં ગત શનિવારે સિદ્ધપુર ઈ.પીઆઈ અને પોલીસ સ્ટાફના માણસોએ બાતમી આધારે છાપો મારી છ શકુનીઓને જાહેરમાં જુગાર રમતા રોકડ રકમ ૭૨૫૦,એક મોબાઈલ તેમજ એક મોટર સાઈકલ સહિત કુલ ૩૫૨૫૦ ના મુદ્દામાલ સહિત ઝડપી લીધા હતા.આ મામલે આ શખ્સો વિરુદ્ધ જુગાર ધારાની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધાયો છે. સિદ્ધપુરના કોટ થી મેથાણ જવાના કાચા નેળિયાની બાજુમાં કોટ ગામની સીમમાં ગત શનિવારે ઠાકોર પરથીજી જેમલજીના ઘર નજીક વ્હોળામાં બાવળોની ઝાડી માં ખુલ્લામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિદ્ધપુર ઈ.પીઆઈ પી.એસ.ગૌસ્વામી અને સ્ટાફના માણસોએ જુગાર વાળા સ્થળે જઈ છાપો મારતા ઠાકોર પરથીજી જેમલજી,રહે.કોટ કાળુજી નો કુવો,ઠાકોર રામાજી વાઘાજી,રહે.મેથાણ ઈન્દિરાબ્રિજ,ઠાકોર અલ્પેશજી ઈશ્વરજી, રહે.મેળોજ સરદારપુરા, ઠાકોર કિશનજી હરિજી, રહે.મેળોજ ઝીંઝૂવાડિયા વાસ,ઠાકોર કમલેશજી લાલાજી,રહે.કોટ બહુચર પુરા,ઠાકોર કૈલાશજી જોઈતાજી રહે મેળોજ સરદારપુરાવાળાઓને પોતાના અંગત ફાયદા સારું જુગાર રમતા રમાડતા ઝડપાયા હતા.પોલીસે સ્થળ ઉપરથી જુગારનું સાહિત્ય તેમજ ૭૨૫૦ ની રોકડ,ચાર મોબાઈલ કિ.૧૩૦૦૦,એક મોટર સાઈકલ કિ.૧૫૦૦૦ મળી કુલ ૩૫૨૫૦ નો મુદ્દામાલ કબ્જે લઈ તેમની અટક કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે એક બાજુ જિલ્લામાં નિમણુંક પામેલા નવા એસપી વિજય પટેલ જિલ્લાને દારૂ-જુગાર અને નશીલા પદાર્થોના વેચાણની બદી થી મુક્ત કરવા કટિબદ્ધતા દર્શાવી ચુક્યા છે.ત્યાં બીજીતરફ સિદ્ધપુર તાલુકા માં દારૂ,જુગાર સહિત નશીલા પદાર્થોના વેચાણની બદીએ માઝા મૂકી છે ત્યારે કામગીરીના ભાગરૂપે રોજબરોજ એકલદોકલ કેસ કરતી જિલ્લા પોલીસ તાલુકા માંથી દારૂ,જુગાર અને નશીલા પદાર્થોનું વેચાણ કાયમી ધોરણે બંધ કરાવી યુવાધનને બરબાદીના માર્ગે જતું અટકાવે તેવું તાલુકાના પ્રબુદ્ધ નાગરિકોની પ્રબળ માંગ ઉઠવા પામી છે.જો આ બાબતે સત્વરે કોઈ કડક અને અસરકારક પગલાં પોલીસ દ્વારા લેવામાં નહિ આવે તો તેના પડઘા આગામી વિધાનસભા ચૂંટણીમાં પડશે તે ચોક્કસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here