સામૂહિક આરોગ્ય કેન્દ્ર બોડેલી ખાતે મમતા અભિયાન કેમ્પ યોજાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજ રોજ બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિરામય છોટાઉદેપુર નિરામય ગુજરાત અંતર્ગત માતામૃત્યુ દર અને બાળ મૃત્યુદર ને ઘટાડવા ના ભગીરથ પ્રયાસ ના ભાગરૂપે ઊચાપાન, સર્યાઘોડા, પાંધરા અને મોટીબુમડી એમ ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નો જિલ્લા પંચાયત છોટાઉદેપુર અને તાલુકા હેલ્થ ઓફિસ બોડેલી ના સહોયાગ થી મમતા અભિયાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મુખ્ય મહેમાન છોટાઉદેપુર જિલ્લામાં પંચાયત સદસ્ય સંજયભાઈ રાઠવા,અલીખેરવા જૂથ ગ્રામ પંચાયત સરપંચ શ્રીમતી ગંગાબેન વી રાઠવા, તથા છોટાઉદેપુર આરોગ્ય શાખા માંથી આર.સી.એચ.ઓ ડૉ. એમ. ટી.છારી સાહેબ, હાજર રહ્યા હતા.
તેમજ ધીરજ હોસ્પિટલ પીપળીયા થી ખાસ તજજ્ઞ ડોકટર ટીમ ગાયાનેકોલોજીસ્ટ, બાળ રોગ નિષ્ણાંત, હાજર રહ્યા હતા,
સદર કેમ્પ માં કુલ 374 સગર્ભા બહેનો તેમજ બાળકો એ આ કેમ્પ નો લાભ લીધો હતો. તેમજ સગર્ભા માતાઓ ના રૂટિન ટેસ્ટ સિવાય વધારાના 374જેટલા રિપોર્ટ વધુ તપાસ માટે વડોદરા ખાતે મોકલવામાં આવેલ
વધુમાં 108 અને ખીલખિલાટ વિભાગ તરફ થી સગર્ભા બહેનો ને લાવવા લય જવા માટે ખૂબ સારો સહકાર મળ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લા પંચાયત સદસ્ય સંજયભાઈ રાઠવા દ્વારા સગર્ભા બહેનો તેમજ ગ્રામ જનો ને આવા કૅમ્પો તથા સરકારશ્રી દ્વારા ચાલતા વિવિધ પ્રકારના પ્રોગ્રામોનો લાભ લઇ તંદુરસ્ત માતા બને અને તંદુરસ્ત બાળકને જન્મ આપે એવી અપીલ કરી હતી.
વધુમાં કાર્યક્રમ ને સફળ બનાવવા માટે આર.બી.એસ.કે ડૉ. હિરલબેન સેંગાલ દ્વારા આજ ના કાર્યક્રમ પધારેલ મહાનુભો, ધીરજ હોસ્પિટલની ટીમ, તમામ પ્રા.આ.કેન્દ્ર સ્ટાફ નો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here