કાલોલ પોલીસે દોઢ વર્ષ અગાઉના સગીર બાળાના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન મુજબ સગીર બાળાઓના અપહરણ ના ગુના ઉકેલવા માટે જુદી જુદી ટીમો બનાવી કાલોલ પોલીસ આવા આરોપીઓની શોધ માં હતી તે દરમિયાન દોઢ વર્ષ પૂર્વેના કાલોલ તાલુકાના ખંડેવાળ ગામની સગીર યુવતીને વાલીપણા માંથી ભગાડી જવાના તથા પોકશો એક્ટ નો આરોપી સતિષભાઈ જાલમ ભાઈ રાઠોડ રહેવાસી ખંડેવાળ તાલુકો કાલોલ ની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી તેના સગા સંબંધીઓ તથા ગળતેશ્વર ડાકોર વડોદરા સુરત પાવાગઢ ઘોઘંબા હાલોલ સુધીજ્યાં આરોપી છુપાયો હોવાની શક્યતા હતી ત્યાં પોલીસ ટીમોને મોકલી આપવામાં આવી હતી તેમ છતાં તેનો કોઈ પત્તો મળતો ન હતો અંતે પોલીસે દ્વારા તેના સગા સંબંધીઓ માં ખાનગી બાતમીદારો ગોઠવી દેવામાં આવ્યા હતા ત્યારબાદ કાલોલના સિનિયર પીએસઆઇ એમ એલ ડામોરને યુમન ઈન્ટેલિજન્સ મારફતે આધારભૂત બાતમી મળેલ કે ભોગ બનનાર સગીર બાળા સાથે સતીશભાઈ જાલમ ભાઈ રાઠોડ હિંમતનગર ખાતે રહે છે અને મજૂરી કામ કરે છે આ ઉપરાંત એક શંકાસ્પદ મોબાઈલ પણ મળી આવેલ જે મોબાઇલ બાબતે જિલ્લા એલસીબી પી.આઈની મદદથી લાઇવ લોકેશન મેળવી અપાતા કાલોલના પી.એસ.આઈ.એલ એ પરમાર તથા પોલીસ સ્ટાફ સાથે હિંમતનગર મુકામે આરોપી તથા ભોગ બનનાર ની તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાંથી ભોગ બનનાર સહિતના આરોપીને પકડી લાવી આરોપીની કોવિડ ૧૯ ટેસ્ટ માટેની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી માટે સર્કલ પીઆઇ હાલોલ ને સોંપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here