સરકારે હોમગાર્ડ ભરતીની જાહેરાત તો કરી પરંતુ વહીવટી આદેશ ના હોવાથી સિદ્ધપુર યુનિટમાં ફોર્મ સ્વીકારતા નથી.!

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સરકાર અને વહીવટી તંત્રના સંકલનના અભાવે ઉમેદવારોને નાણાં અને સમયનો વેડફાટ કરી ખાવા પડી રહ્યા છે ધરમધક્કા…
………………………………………………….
ગુજરાતમાં ગૃહ વિભાગે પોલીસ તંત્રમાં હોમગાર્ડની ૬,૭૫૨ જગ્યાઓ ભરવા મંજૂરી આપી દીધી છે. જિલ્લા અને કમિશનરેટ વાઈઝ જગ્યાઓ સાથે ભરતી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.પરંતુ સરકાર અને વહીવટના સંકલનના અભાવે સિદ્ધપુર યુનિટમાં ફોર્મ સ્વીકારવા અંગે કોઈ હુકમ મળ્યો ના હોવાથી ફોર્મ સ્વીકારવામાં આવતા ના હોવાથી હોમગાર્ડ ભરતી માં જવા માગતા ઉમેદવારો ને ધરમધક્કા ખાવા પડી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે સાથોસાથ નાણાં અને સમયનો પણ વ્યય થતો હોવાથી ઉમેદવારોમાં ભારોભાર આક્રોશ વ્યાપી રહ્યો છે.આમ,બેરોજગાર યુવાનો અને બહેનો સાથે ભરતીના નામે પ્રવર્તમાન સમયે ક્રૂર મજાક કરાઈ રહી હોવાનું ઉમેદવારો પ્રતિતિ કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ હાલ સિદ્ધપુર યુનિટ માં ૮૨ હોમગાર્ડ માનદ ફરજ બજાવી રહ્યા છે. તહેવારો સહિતના અન્ય કાર્યક્રમોમાં બંદોબસ્તમાં વધુ હોમગાર્ડની જરૂર પડતી હોય છે ત્યારે બહાર થી બોલાવવા પડતા હોવાનું જાણવા મળેલ છે. સિદ્ધપુર યુનિટમાં પ્રવર્તમાન સમયે હોમગાર્ડની ભરતી કરવાની તાતી જરૂરિયાત છે.રાજ્ય સરકારે પોલીસ સહિત હોમગાર્ડની ભરતી ૧૦૦ દિવસમાં પૂર્ણ કરવાની જાહેરાત કર્યા ને પણ ઘણા દિવસો વિતી ગયા હોવા છતાંય સિદ્ધપુર માં ફોર્મ સ્વીકારવા કે નહીં તેને લઈ કોઈ આદેશ મળ્યો ના હોવાથી અસમંજસતા પ્રવર્તી રહી હોવાનું જાણવા મળેલ છે.ત્યારે સરકાર આ અંગે યોગ્ય વહીવટી કાર્યવાહી કરી સત્વરે લેખિત આદેશ કરે તે જરૂરી છે.રાજ્યમાં લાંબા સમય બાદ જાહેર થયેલ હોમગાર્ડ ની ભરતી માટે લધુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ રાખવામાં આવી છે.આ ભરતીમાં ૧૮ થી ૫૦ વર્ષ સુધીના લોકો લાભ લઈ શકશે.હોમગાર્ડ ની નોકરી માટે દૈનિક રૂ.૩૦૦ નું માનદ વેતન ઉપરાંત દૈનિક રૂપિયા ૪ ગણવેશના ધોલાઈ પેટે અપાય છે. હોમગાર્ડની ભરતીમાં પુરૂષ ઉમેદવારોને ૧૬૦૦ મીટરની દોડ ૯ મીનિટમાં અને મહિલાઓને ૮૦૦ મીટરની દોડ ૫.૨૦ મિનિટમાં પૂર્ણ કરવાની હોય છે.જેના ગુણ ૭૫ ટકા હોય છે.પસંદગી માટે ઊંચાઈ,વજન અને ઓછા માં ઓછા ૭૫ સે.મી છાતી અને ૫ સે.મી. કુલાવેલી છાતી સહિતના માપદંડો અમલમાં છે. ઉલ્લેખનીય છે કે હોમગાર્ડ એ સરકારના કાયમી કર્મચારી નથી.હોમગાર્ડની ભરતી બાદ આગામી ૧૦- ૧૫ દિવસમાં લોકરક્ષક દળ( LRD )અને ટ્રાફિક નિયમન માટે TRB જવાન ની ભરતી જાહેર થશે એવું જાણવા મળેલ છે.પાટણ જિલ્લામાં હોમગાર્ડની ભરતી શરૂ થતા જ ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ઘસારો વધ્યો છે.સિદ્ધપુર શહેર સહિત પાટણ જિલ્લામાં હોમગાર્ડની ભરતીની અપેક્ષાને ધ્યાને રાખી વહેલી સવારથી યુવાન ભાઈ-બહેનો ફોર્મ લેવા અને ભરવા માટે નાણાં અને સમયનો વેડફાટ કરી ફોર્મ ભરવા મથામણ કરી રહ્યા છે પરંતુ આવા ઉમેદવારોના ભરેલા ફોર્મ સ્વીકારવામાં આવતા ના હોવાથી તેઓને પારાવાર હાલાકી પડી રહી હોવાનું જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here