શ્રી ભગિની સેવા મંડળ કાલોલ દ્વારા ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

શ્રી ભગિની સેવા મંડળ કાલોલ દ્વારા ૭૭મા સ્વાતંત્ર્ય દિવસ અવસરે અખિલ હિંદ મહિલા પરિષદ ગુજરાત શાખાના પ્રમુખ શ્રીમતી દીપ્તિબેન પરીખ ના વરદહસ્તે શાળાના પટાંગણમાં રાષ્ટ્રધ્વજ ની સલામી આપી લહેરાવવામાં આવ્યો તેમજ દર વર્ષની જેમ પ્રભાતફેરી ને મંડળ ના પ્રમુખ શ્રી અંજુબેન મહેતા રાષ્ટ્રીય નારા સાથે ઝંડા ને વંદન કરી કાલોલ નગરના રાજમાર્ગ પર શાળા ના નાના બાળકો એ રાષ્ટ્રીય નેતાઓના પહેરવેશ ધારણ કરી ,સરહદ પરના આર્મીઓનો વેશ ધારણ કરી શિક્ષક ગણ અને મંડળના હોદ્દેદારો અને સભ્યો સાથેઆ પ્રભાતફેરી રાજમાર્ગ પર ફરી શાળાએ પરત આવી આ રાષ્ટ્રીય પર્વને ધામધૂમથી શ્રી ભગિની સેવા મંડળ કાલોલ દ્વારા ઉજવણી કરવામાં આવી તથા દેશના તમામ નાગરિકોને આ અવસર એ હાર્દિક શુભકામના પાઠવવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here