શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે વેદ વ્યાસ ચેરના ઉપક્રમે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાઈ

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે વેદ વ્યાસ ચેર અને યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર અને વિજ્ઞાનના અનુસ્નાતક વિભાગોના સંયુક્ત ઉપક્રમે ‘ગુરુપૂર્ણિમા મહોત્સવ’ની ઉજવણી કરાઈ હતી.
આ કાર્યક્રમમાં અધ્યક્ષપદે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.પ્રતાપસિંહ ચૌહાણે આશીર્વચન સાથે  મુખ્ય વક્તા તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના પૂર્વ અધ્યક્ષ અને વેદ વ્યાસ ચેરના કોર્ડીનેટર ડૉ.એન.એમ.ખંડેલવાલે વેદ વ્યાસ ચેરની વિશેષતાઓ જણાવી હતી.આ કાર્યક્રમમાં ડૉ.રાજેશ વ્યાસ એ વેદ વ્યાસ ચેર વિશે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં વેદ વ્યાસ ચેરના સભ્યો ડૉ.કિશોર વ્યાસ,ડૉ. રાજેશ વ્યાસ અને ડૉ.સતીષ નાગર, દરેક વિભાગના સંયોજકશ્રી ડૉ.દક્ષાબેન ચૌહાણ (વાણિજ્ય વિભાગ),ડૉ. જે.એન.શાસ્ત્રી (ગુજરાતી વિભાગ),ડૉ.જગદીશ પટેલ( સમાજશાસ્ત્ર વિભાગ), ડૉ.રાજેશ વ્યાસ (સંસ્કૃત વિભાગ),ડૉ. હિરેન ત્રિવેદી(અંગ્રેજી વિભાગ), ડૉ. સુરેશભાઈ ચૌધરી ( ઇતિહાસ), યુનિવર્સિટીના ઈસી મેમ્બરશ્રી ડૉ.અજય સોની હાજર રહીને શુભેચ્છાઓ પાઠવી હતી યુનિવર્સિટીના દરેક વિભાગમાં નવનિયુક્ત સહાયક અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમની આયોજન સમિતિમાં પ્રા. પ્રહલાદ વણઝારા,ડૉ. અનિતા બારિયા,પ્રણવરાજસિંહ, પિનાકિનભાઈ,જાગૃતી પંડ્યા અને વિદ્યાથીઓએ ખૂબ જ સરસ રીતે કામગીરી સાંભળી હતી.
ગુરુપૂર્ણિમા મહોત્સવ’ની ઉજવણીના કાર્યક્રમનું સંચાલન કાર્ય ગુજરતી વિભાગના સહાયક અધ્યાપક ડૉ.મૌસમી મેસવાણિયા દવે અને આભારવિધિ ડૉ.જાનકી શાહે કરી હતી. ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણીનું આયોજન યુનિવર્સિટીના એકેડેમિક એડવાઈઝર ડૉ.જે.એન શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here