શામળાજી પોલીસે ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની ૪૭૦ પેટીઓ ભરેલી ટ્રક ઝડપી પાડી…

શામળાજી, (અરવલ્લી) વસીમ શેખ :-

અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ -૪૭૦ જેના ફૂલ બોટલ ક્વાર્ટર નંગ- ૧૧૦૪૦ જેની કિ.રૂા .૩૩,૩૬,૦૦૦ / – તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિમંત રૂપીયા ૪૧,૪૪૦૦૦ / -ની રકમનો મુદ્દામાલ ઝડપાયો

પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ બી.એસ.ચૌહાણ સાહેબનાઓ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અણસોલ ગામની સીમમાં નેશનલ હાઇવે ઉપર આવેલી બોર્ડર પોલીસ ચોકી ઉપર ફરજ બજાવતા ચેક પો.સ્ટ ઉપરના કર્મચારીઓ સાથે વાહન ચેકીંગમાં હતા તે દરમીયાન ટાટા કંપનીની ટૂક ગાડી નંબર HR 65 A 7311 ની આવતા જેના ઉપર શક જતા ઉભી રખાવી ટ્રકગાડીમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ -૪૭૦ જેના કુલ બોટલ / ક્વાર્ટર નંગ- ૧૧૦૪૦ જેની કિ.રૂા .૩૩,૩૬,૦૦૦ / – તથા મોબાઇલ નંગ -૧ કિ.રૂ ૨૦૦૦ / – તથા રોકડ રકમ રૂ .૬૦૦૦ / – તથા ટાટા ટ્રક ગાડીની કિ.રૂ. ૮,૦૦,૦૦૦ / -ની ગણી કુલ મુદામાલ કિ.રૂ ૪૧,૪૪,૦૦૦ / નો કબ્જે કરી પકડાયેલ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે , આમ , શામળાજી પોલીસને પ્રોહીબીશનનો ગણનાપત્ર ક્રેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

પકડાયેલ આરોપી : ( ૧ ) રોહિતસિંહ અશ્વિનીકુમાર રાણા રહે.મોહર તા.બાલાચોર જી.નામાશેર પંજાબ થાના બાલાચોર > વોન્ટેડ આરોપી : ( ૨ ) મિંધર સિંહ રહે . બેરા જમ્મુ ( દારૂભરી આપનાર )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here