શહેરા વનવિભાગની ટીમે ઉમરપુર ચોકડી પાસેથી પંચરાઉ લાકડા ભરેલ ટ્રકને ઝડપી પાડી રૂ.૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

પંચમહાલ જિલ્લાના શહેરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.વી.પટેલને માહિતી મળી હતી કે શહેરા-ગોધરા હાઈવે ઉપરથી એક ટ્રક નંબર જીજે ૦૭ વાય ૬૭૪૫ માં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર પંચરાઉ લાકડા ભરીને પસાર થવાની છે, તેવી માહિતીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.વી.પટેલે ખાંડીયા રાઉન્ડ ફોરેસ્ટર સહિતના સ્ટાફને સૂચના આપતા ઉમરપુર ચોકડી પાસેથી ટ્રક નંબર જીજે ૦૭ વાય ૬૭૪૫ આવતા તેને ઉભી રખાવી તેમાં ગેરકાયદેસર રીતે પંચરાઉ લાકડા ભરેલ નજરે પડતા વનવિભાગની ટીમે પંચરાઉ લાકડા ભરેલ ટ્રકને ઝડપી પાડી ટ્રક સહિત રૂ.૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here