પંચમહાલ જીલ્લામાં વીજકર્મીઓની દિવસ-રાતની મહેનતથી વીજળીનો અવિરત પુરવઠો સદંતર વહી રહ્યો છે…

ગોધરા,(પંચમહાલ)
કલમ કી સરકાર : સાજીદ શેખ

લોકડાઉનમાં MGVCL ના કર્મીઓ સોશિયલ મીડિયાનો લાભ લઇ ટ્વીટરના માધ્યમથી લોક સમસ્યાનું સુખદ નિરાકરણ લાવી રહ્યા છે.

કોરોના વોરિયર્સ એવા તબીબો, નર્સિંગ કર્મીઓ,આરોગ્ય કર્મીઓ,પોલીસ પ્રસાશન અને વહીવટી તંત્રની ચર્ચાઓ તો રોજે-રોજ નામાંકિત છાપાઓના શણગારમાં વધારો કરતી રહે છે પરંતુ આવા કપરા સમયમાં MGVCL ના કર્મચારીઓની કામગીરી પણ આવકાર દાયક કહી શકાય…

ભૂતકાળમાં અનેક સારા-નરસા બનાવો બન્યા, આંદોલનો થયા,વિપ્લવો થયા,ભૂકંપો આવ્યા,વાવાઝોડા ફૂંકાયા, નદી નાળા ઉભરાયા, છુટા-છવાયા કે પછી સમૂહમાં મહાકાય યુધ્ધો થયા…આવા અનેક કિસ્સા-કહાનીઓમાં જે તે સમયે નાના મોટા ઈતિહાસ લેખાયા હશે…!! અને એ ઈતિહાસોમાં અનેક યોધ્ધાઓ પોતાના જીવના જોખમે જંગમાં ઉતર્યા હશે…!!! પરંતુ આજે સમસ્ત વિશ્વમાં કોરોના નામક જે માનવભક્ષી કહેર પ્રસરાય રહ્યો છે, અને દિનપ્રતિદિન કોરોનાનો વધતો સંક્રમણ દેશ,સીમા,જાતી, ધર્મ અને ઊંચ-નીંચ જોયા વગર માત્ર માનવ જીવન પર આક્રમણ કરી રહ્યો છે. આ અદ્રશ્ય દુશ્મનને નાથવ માટે વિશ્વના કોઈ પણ ધર્મગુરુ,સુફી,સંત-મહંત,રેસ્નાલીસ્ટ તેમજ વૈજ્ઞાનિકો નિરાધાર બની હાથ પર હાથ મૂકી બેઠા છે અને હદ તો એ કહી શકાય કે આજે સરકાર દ્વારા એક માનવીથી બીજા માનવીને દુર રહેવા છેલ્લીકક્ષાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે…તેમછતાં આવા કપરા સમયમાં મારા દેશના કોરોના વોરિયર્સ એવા તબીબો,નર્સિંગ કર્મીઓ, આરોગ્ય કર્મીઓ, પોલીસ પ્રસાશન, વહીવટી તંત્ર અને MGVCL ના કર્મચારીઓ પોતાના જીવના જોખમે જ નહિ પરંતુ પોતાના ઘર-પરિવાર સહિતના જોખમે કોરોનાની સામે જંગે ઉતર્યા છે.

આજે લગભગ લોકોને ખબર હશે કે કોરોના વાયરસ કેટલો ખતરનાક છે અને એ કઈ રીતે માનવ જીવને પોતાના ભરડામાં લઇ લે છે એટલે કે કઈ રીતે એક માનવીથી બીજા માનવીમાં સંક્રમિત થઇ જાય છે. અને આજે આપણા દેશમાં પણ ઉગતા-આથમતા સુરજની સાથે કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં કેટલી હદે વધારો નોંધાઈ રહ્યો છે. આ દરેક વાત આજે કોઈનાથી પણ છુપી નથી તેમછતાં આપણા દેશનાં કોરોના યોધ્ધા એવા તબીબો,નર્સિંગ કર્મીઓ, આરોગ્ય કર્મીઓ, પોલીસ પ્રસાશન,વહીવટી તંત્ર અને MGVCL ના કર્મચારીઓ દેશહિત ખાતર…જન હિત ખાતર…રાત-દિવસ આપણી સેવામાં અડીખમ ઉભા રહ્યા છે તેઓને ખબર છે કે આ માનવભક્ષી કોરોના ચેપી વાયરસ છે, જો તેઓ કોરોના સંક્રમિત વિસ્તારમાં પોતાનું કાર્ય કરવા જશે તો તેઓને ક્યારે અને કયા સમયે કોરોના વાયરસ સ્પર્શ કરી જશે એ ખબર પણ નહી પડે…!! અને પછી તેઓ પોતાના ઘરે જશે તો એ ચેપી વાયરસ પોતાના સ્વજનોની જાનનો દુશ્મન બની જશે તેમછતાં આપણા કોરોના યોધ્ધાઓ બધુજ ભૂલી પોતાની પવિત્ર ફરજ નિભાવી રહ્યા છે.

કોરોના વોરિયર્સ એવા તબીબો,નર્સિંગ કર્મીઓ, આરોગ્ય કર્મીઓ, પોલીસ પ્રસાશન અને વહીવટી તંત્રની ચર્ચાઓ તો રોજે-રોજ નામાંકિત છાપાઓના શણગારમાં વધારો કરતી રહે છે પરંતુ આવા કપરા સમયમાં MGVCL ની કામગીરી પણ આવકાર દાયક સાબિત થઇ રહી છે,જેને કદી પણ ભૂલી નહી શકાય… જ્યારથી કોરોના વાયરસે માથું ઉચક્યું છે અને સમગ્ર દેશ સહીત પંચમહાલ જીલ્લામાં લોકડાઉન અમલમાં મુકાયું છે ત્યારથી MGVCL ગોધરાના કર્મીઓ સોશિયલ મીડિયાનો લાભ લઇ ટ્વીટરના માધ્યમથી લોક સમસ્યાનું સુખદ નિરાકરણ લાવી રહ્યા છે.

પંચમહાલ જીલ્લા સહીત ગોધરા શહેરની પ્રજા લોકડાઉનના સખત પાલન સાથે ઘરોમાં જ કેદ રહેવા મજબુર બની છે, તેમજ ગોધરા નગરમાં કોરોના સંક્ર્મીતોની સંખ્યામાં વધારો નોંધતા સરકાર દ્વારા પંચમહાલ જિલ્લાને રેડ ઝોનમાં સમાવિષ્ઠ કરવામાં આવ્યો છે માટે ઘર બહાર નીકળવું મુશ્કેલ જ નહિ નામુમકીન બની ગયું છે જેથી લોકો માટે આજે ઘરમાં રહી ટાઈમપાસ કરવા ટીવી અને મોબાઈલ જેવા વિજ ઉપકરણો આધારસ્થંભ બન્યાં છે તેમજ કોરોનાના કહેરની સાથે સુરજદાદાનો ગુસ્સો પણ હીટવેવમાં પરિવર્તિત થઇ ગયો છે જેથી એવું લાગી રહ્યું છે કે આકરા ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે તેવામાં લોકો એ.સી અને વોટરકુલરોનો મોટા પાયે વપરાશ કરતાં હોય છે જેના કારણે વિજવપરાશ વધી જતાં વીજ ઉપકરણો પર લોડ વધતા વિજળી ગુલ થવાની સંભાવનાઓ મહદઅંશે વધી જતી હોય છે. જેથી કોઈ વિસ્તારમાંમા વિજળી ડુલ થાય તો MGVCL ના હેલ્પલાઇન અને ફરીયાદ ટેલીફોનની ઘંટડીઓ સતત રણકી ઉઠતી હોય છે. તેમજ MGVCL ના ટ્વીટર એકાઉન્ટ પર જો કોઈ ફરિયાદ-રજૂઆત આવે તો એ વાતને ધ્યાને લઈ તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે છે તેમજ આગમચેતીના ભાગરૂપે MGVCL દ્વારા ખાસ આયોજન કરી ગોધરા વીજ કંપનીની ગ્રામ્ય અને શહેરી વિભાગની ચારથી પાંચ ટીમોના કર્મચારીઓ સતત હાજર રહી ફરીયાદોનો નિકાલ કરતાં હોય છે. જેમાં આંતરિયાળ વિસ્તારમાંથી આવતા વિજકર્મીઓ પોતાના ઘરે પણ જવાનું માંડી વાળીને પાંચ દિવસે એકાદ વાર પોતાના ઘરે જતાં હોય છે અને પરિવારને મળતાં હોય છે.

આમ વિજકર્મીઓની સેવા પણ કોરોના યોદ્ધાઓથી ઓછી ન ગણી શકાય, અને સમાજ તેમની કામગીરીને પણ બિરદાવે તે ઈચ્છનીય છે. તેમજ હાલ એક વાત તો નક્કી છે કે આજના સમયમાં કોરોનાના કહેરને લઈને એક એવો ઈતિહાસ લેખાઈ રહ્યો હશે કે જેને વિશ્વ કદી પણ ભૂલી નહિ શકે…!! માટે જો એક તરફ કોરોનાનો કહેર લેખાતો હશે તો બીજી તરફ મારા જેવા કલમના કસબકારો કોરોના વોરિયર્સની ગાથા પણ લખતા હશે..એમાં કોઈ બે મત નથી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here