પંચમહાલ : ધારાપુર અને ગુણેલી ક્લસ્ટરના પ્રજ્ઞા શિક્ષકોની શૈક્ષણિક કામગીરી સમીક્ષા કરાઈ…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

વર્તમાન કોરોના મહામારીના સમયે શાળા બંધ છે શિક્ષણ નહીં તે અંતર્ગત શહેરા તાલુકાના ધારાપુર અને ગુણેલી ક્લસ્ટરના ધો.૧ અને ૨ ભણાવતા શિક્ષકોની વર્તમાન શૈક્ષણિક કામગીરીની બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ. કલ્પેશ આર.પરમાર દ્વારા બીલીથા વર્ગ પ્રાથમિક શાળા ખાતે સમીક્ષા કરવામાં આવી. જેમાં પ્રજ્ઞા અભિગમ, તેના ફેરફારો, સમૂહ કાર્ય ૧ અને ૨, મારો દિવસ, રમે તેની રમત, વિવિધ પ્રવૃતિઓ અને દીક્ષા એપની લિંકનો ઉપયોગ કરી શૈક્ષણિક બાબતો સંદર્ભે બાળકોના ઘરે જઈ પ્રજ્ઞા આપવામાં આવેલ શિક્ષણની વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાંદરવા બીટ કેળવણી નિરીક્ષક સરદારસિંહ વણઝારા, ધારાપુર પગારકેન્દ્ર આચાર્ય મુકેશભાઈ પટેલ, સી.આર.સી.ગુણેલી નટવરસિંહ ચૌહાણ, સી.આર.સી.ધારાપુર ભરતભાઈ પટેલ અને પ્રજ્ઞા બી.આર.પી.નરેન્દ્રભાઈ બારીઆ ઉપસ્થિત રહ્યા હતા. સમીક્ષા દરમિયાન તમામ શિક્ષકો કોવિડ – ૧૯ ની જાગૃતિ સંદર્ભે માર્ગદર્શન આપી સંકમણ રોકવા પ્રયત્નશીલ રહેશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here