શહેરા નગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી દર શનિવારે ભરાતા હાટ બજારમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ જણાતા તંત્રની લાલ આંખ…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરા નગરના એસ.ટી.સ્ટેન્ડથી મુખ્ય બજાર તરફ જતા રોડ ઉપર અને લુહાર ફળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી પરંપરાગત રીતે દર શનિવારે હાટ બજાર ભરાય છે. આ હાટ બજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટે આશીર્વાદ સમાન છે. અહી ભરાતા હાટ બજારમા ગ્રામીણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો કપડાં સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા આવતા હોય છે, કોરોના કહેર વચ્ચે પાછલા બે મહિના ઉપરાંતથી હાટ બજાર તંત્ર દ્વારા બંધ રાખવામાં આવ્યુ હતું. જ્યારે 4/7/20 ને શનિવારના રોજ હાટ બજારને ફરીથી શરૂ કરવામાં આવતા હાટ બજારમાં મોટી સંખ્યામા ગ્રામ્ય વિસ્તારના લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. સાથે સોશિયલ ડિસ્ટન્સ સહિત અમુક લોકોએ માસ્ક ના પહરેલ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહયા હતા. જેને લઇને નગર પાલિકાના જીતેન્દ્ર જોષી સહિત સ્થાનિક પોલીસ મથકના પ્રકાશભાઈ સહિતનો પોલીસ સ્ટાફ સ્થળ ખાતે પહોચી જઈને હાટ બજાર બંધ કરાવવા સાથે લોકોને નિયમોનુ પાલન કરાવતા નજરે પડ્યા હતા. કોરોનાનુ સંક્રમણ વધે નહી તે માટે નગર પાલિકા દ્વારા લોકડાઉન રહે ત્યા સુધી હાટ બજાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here