ગોધરા ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ,પંચમહાલ હસ્તકની વિવિધ જોગવાઈઓ હેઠળ વર્ક ઓર્ડર વિતરણ કેમ્પ યોજાયો

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત ગોધરા તાલુકાના કુલ ૯૪ ગામોના રૂપિયા ૩૩૦ લાખની રકમના કુલ ૨૬૦ કામોના વર્ક ઓર્ડરનું વિતરણ કરાયું

વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ,પંચમહાલ હસ્તકની વિવિધ જોગવાઈઓ જેવી કે,૧૫% વિવેકાધીન જોગવાઈ, તાલુકા કક્ષા,એટીવીટી કાર્યવાહક,એટીવીટી તાલુકા કક્ષા,પ્રાંત કક્ષા જોગવાઈ હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪માં ગોધરા તાલુકાના કુલ ૯૪ ગામોના કુલ રૂપિયા ૩૩૦ લાખની રકમના કુલ ૨૬૦ કામોના વર્ક ઓર્ડરનું વિતરણનો કેમ્પ બી.આર.જી.એફ.હોલ, જીલ્લા પંચાયત ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ વર્ક ઓર્ડર આપેલા કામો સત્વરે શરૂ કરી કામોની ગુણવત્તા જાળવી સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી.આ તકે ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ ઉદ્દબોધન રજૂ કરીને વિવિધ કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તમામ સરપંચશ્રીઓને આહવાન કર્યું હતું.
ગોધરા તાલુકાના કામોના વર્ક ઓર્ડર વિતરણ કેમ્પમાં જીલ્લા પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી,ગોધરા ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, મોરવા(હ)ધારાસભ્યશ્રીમતી નિમિષાબેન સુથાર, જિલ્લા કલેક્ટરશ્રી આશિષ કુમાર,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,જિલ્લા પંચાયતના દંડકશ્રી તથા તમામ ગામોના સરપંચશ્રીઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here