શહેરા તાલુકાના ભદ્રાલા ગામના રહેણાંક મકાનમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ

એક માસ અગાઉ પણ આજ બુટલેગરના ત્યાથી પંચમહાલ એલસીબી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદ્રાલા ગામમાં એક રહેણાંક મકાનમાં છેલ્લા કેટલાક સમયથી ખુલ્લેઆમ પીન્ટુ પગી અને સુખીબેન ઉર્ફે કોકીલા ચૌહાણ નામની મહિલા આ બંને વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યા હોવાની માહિતીના આધારે શહેરા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એન.એમ.પ્રજાપતિએ પોલીસ સ્ટાફને સુચના આપતા પોલીસે સુખીબેન ઉર્ફે કોકિલા ભારતસિંહ ચૌહાણના રહેણાંકને કોર્ડન કરી રેઇડ કરી હતી. પરંતુ પોલીસની રેડ દરમિયાન બંને બુટલેગર કોકી અને પિન્ટુ મળી આવ્યા ન હતા. જોકે પોલીસે મકાનમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવતા રૂ.૩૦,૮૧૦ નો વિદેશી જથ્થો પોલીસે કબ્જે લીધો હતો, ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ પંચમહાલ એલ.સી.બી પોલીસે આ જ મહિલા બુટલેગરને ત્યાંથી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો ત્યારે ફરી એકવાર બંને બુટલેગરો દારૂનો ધંધો કરતા હોવાનું સામે આવતા પોલીસે રેડ કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here