રાજપીપળા પાસેના તરોપા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા સાંસદ મનસુખ વસાવા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ગામડાના આદિવાસીઓ કોરોનાની મહામારીથી ભયભીત આદિવાસી ઓ મા વેકસીન લેવા માટે અવઢવની સ્થિતિ તબીબોનો મત જાણી સાંસદ અચંબામાં

સાંસદ મનસુખભાઈ વસાવાએ આજ રોજ નાંદોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય સેન્ટર તરોપાની મુલાકાત લીધી હતી કોરોના વેક્સીન તથા વધતી જતી કોરોના ની મહામારી વિશેની તબીબો પાસેથી માહિતી જાણી અચંબામાં પડ્યા હતા.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેન્ટર તરોપા સાથે કુલ ૨૨ જેટલા ગામો જોડાયેલા છે. આ સેન્ટર પર સ્ટાફ ખુબ જ ઓછો છે, ડોક્ટર સહીત ૦૫ વ્યક્તિઓનો સ્ટાફ છે, છતાં પણ તેઓ આ ૨૨ ગામોનો સંપર્ક કરે છે અને કોરોના મહામારીને રોકવા માટેના તમામ ઉપાયો તથા વધુમાં વધુ લોકો કોરોના વેક્સીન લે તેવા પ્રયાસો તેઓ કરી રહ્યા છે. જે જાણી સાંસદ મનસુખભાઈ વસાવા એ અભિનંદન પાઠવ્યા હતા.

ગામડાના લોકો કોરોના મહામારીથી ખુબ જ ભયભીત છે, વેક્સીન લેવામાં પણ તેઓ અનેક પ્રકારની મુંજવણો અનુભવી રહ્યા છે નુ તરોપા ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત દરમ્યાન તબીબો દ્વારા જાણવા મળ્યું હતું.

સાંસદ મનસુખભાઈ વસાવા એ આ મામલે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર તરફથી જિલ્લાના તમામ ગામોની પ્રાથમિક શાળાઓમાં આઇસોલેશન સેન્ટરો ચાલુ થઈ રહ્યા છે. તેમાં પ્રાથમિક શાળાઓના શિક્ષકો તથા આશાવર્કર બહેનો કામગીરી કરવાનાં છે, તે માટે નોડલ ઓફિસરને જિલ્લા તરફથી મુકવામાં આવ્યા છે. પરંતુ કેટલાક શિક્ષકોને મુંજવણ છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સેન્ટરો પર કોરોના સંક્રમિત દર્દીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવા માટે તેઓ મુંજવણ અનુભવે છે, તે બાબતની માહિતી અન્ય પ્રાથમિક શાળાના શિક્ષકો પાસેથી જાણવા મળી છે તો આ માટે જિલ્લાના અધિકારીઓ સાથે ચર્ચા કરી તેમની મુંજવણનો અંત લાવવામાં આવશે.

મુંજવણ અને અનેક સમસ્યાઓ છે છતાં પણ કોરોના મહામારીને વધતી રોકવા માટે આપણે સૌ એ સામુહિક સહિયારા પ્રયત્નો કરવા પડશે. તેથી દરેક ગ્રામ પંચાયતના સરપંચો ને નમ્ર અપીલ કરી હતી કે કોરોના વોરિયસની તમામ ટીમોને આપણે પૂરતો સહયોગ આપીએ.

પ્રાથમિક આરોગ્ય સેન્ટરની મુલાકાતમાં સાંસદ સાથે ભાજપ અગ્રણીશ્રી રાજુભાઈ વસાવા, દિનેશભાઇ પટેલ, સોમભાઈ પટેલ તથા આમલેથા તાલુકા પંચાયતના સભ્ય સુભાષભાઈ વસાવા, કુંવરપુરા ગામના સરપંચ નિરંજન વસાવા જોડાયા હતા તેમજ સ્થળ પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર તથા તેમનો સ્ટાફ અને નોડલ ઓફિસર શ્રીમતિ પાર્વતીબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here