શહેરા : જૂની પાદરડી પ્રા.શાળા ખાતે વિદ્યાર્થીઓને તિથિ ભોજન તેમજ સરસ્વતી માતાના મંદિરે ધજા રોહણ કરવામાં આવ્યું…

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

જૂની પાદરડી પ્રાથમિક શાળા ખાતે ભાનુભાઈ ડી.પટેલ તેમજ સુશીલાબેન કે.પટેલ દ્વારા દર વર્ષની જેમ ચાલું વર્ષે પણ ભાદરવી પૂનમ નિમિત્તે તિથિ ભોજનમાં ઝલેબી, દાળ, ભાત વ્હાલા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. તેમજ ભાદરવી પૂનમના રોજ શાળાના પટાંગણમાં આવેલ સરસ્વતી માતાના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું. ત્યારબાદ માં સરસ્વતી આરતી, સ્તુતિ કરવામાં આવી હતી. સૌને ચોકલેટ, સીંગ સાકરીયા અંજલિ રૂપે પ્રસાદ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે ગરબા અને સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરતી ટીમલી રમાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી જસવંતસિંહ કે.બારીઆ, સુશીલાબેન કે.પટેલ, ભાનુભાઈ ડી.પટેલ, ડૉ.કલ્પેશકુમાર આર.પરમાર, ઈલાબેન એસ.પટેલ, કવિતાબેન એચ.ડિંડોર, નવલસિંહ બારીઆ, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, ગ્રામજનો, મધ્યાહન ભોજન સમિતિના કર્મચારીઓ તેમજ વ્હાલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સૌને કાર્યક્રમમાં ખૂબ મઝા પડી હતી. આચાર્યશ્રી જસવંતસિંહ કે.બારીઆએ સૌને શુભ આશિષ પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here