વેજલપુરમાં જીઓ માર્ટનું લોગીન અટકાવવાના નામે રૂ ૫૬,૯૯૯/ ની ઓનલાઈન ઠગાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકામા ઓનલાઈન ઠગાઈ ના વધી રહેલા બનાવો

છેલ્લા કેટલાક દિવસોથી કાલોલ અને આસપાસ ના વિસ્તારમા થી ઓનલાઈન ઠગાઈ નો ભોગ બનેલા નાગરીકો ની નોંધપાત્ર ફરિયાદો પોલીસ ના ચોપડે નોંધાઈ રહી છે. સરકાર દ્વારા તેમજ બેંક અને મોબાઈલ કંપની દ્વારા જાહેરાતો કરી લોકોને અજાણ્યા નંબર પરથી ઓટીપી માગવા સામે ચેતવણી આપી રહ્યા છે તેમ છતા પણ ઠગો પોતાની જાળ બિછાવી નિર્દોષ નાગરિકો ના એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે તેવા જ અન્ય કીસ્સામાં વેજલપુર નવોદય વિદ્યાલય ખાતે રહેતા પરપ્રાંતીય ચંદન સચ્ચિદાનંદ સિંઘ ની ફરીયાદ ની વીગતો મુજબ તેઓના મોબાઈલ પર તા ૨૩/૦૭/૨૩ ના રોજ બે ટેક્ષ મેસેજ આવ્યા હતા અને ફોન આવ્યો હતો જેમાં જીઓ માર્ટ ની લીંક કરવાની વાત કરતા હતા જેનો કોઈ જવાબ આપ્યો નહતો બીજો ફોન આવતા હિંદી મા વાતો કરતા ઈસમે જણાવેલ કે તમારા જીઓ માર્ટ માટેના એકાઉન્ટ મા કોઇ લોગીન કરવાની કોશિષ કરી રહેલ છે જો તમે લોગીન ન કરી રહ્યા હોવ તો લોગીન અટકાવવા માટે તરત જ તમારા મોબાઈલ મા આવેલ ઓટીપી નાંખો તેમ જણાવતા ચાલુ ફોને ઓટીપી નંબર નાખેલ હતો ત્યારબાદ ફોન કટ થઈ ગયો હતો અને તમારું એકાઉન્ટ જીઓ માર્ટ સાથે લીંક થઈ ગયેલ છે તેવો મેસેજ આવ્યો હતો બીજા દિવસે સવારે ૭ કલાકે તેમના મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો જેમાં રૂ ૫૬,૯૯૯/ ની કપાત ફરીયાદી નાં પોસ્ટ પેડ પેટીએમ ખાતે થી જીઓ માર્ટ મા થયુ હોવાનુ જણાવેલ અને ટ્રાનજેક્શન આઈડી નંબર પણ આવ્યો હતો જેથી પોતે ઓનલાઈન ઠગાઈ નો ભોગ બન્યા હોવાનુ જાણતા સાઇબર સેલ ની હેલ્પ લાઈન પર ઓનલાઈન ફરીયાદ નોંધાવી હતી અને ત્યારબાદ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવવાનું જણાવતા વેજલપુર પોલીસ મથકે ઠગાઈ ની ફરીયાદ નોંધાવી જેની તપાસ સર્કલ પીઆઇ કે પી ખરાડી દ્વારા શરૂ કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here