વેજલપુરની પરણિતા શારીરિક માનસિક ત્રાસ આપી ફોન ઉપર ટ્રીપલ તલાક આપતા ફરીયાદ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના વેજલપુરમાં એક પુત્રીની માતાને અમારે તો પુત્ર જોઈતો હતો તેવા મોહમાં ત્રાસ આપીને આપ્યો ત્રિપલ તલ્લાક

કાલોલ તાલુકાના વેજલપુરમાં એક પુત્રીની માતાને સાસરીયા દ્વારા અમારે તો પુત્ર જોઈતો હતો તેવું કહીને તેને ત્યજીને અંતે સોશિયલ મીડિયાના માધ્યમથી ત્રિપલ તલ્લાક આપી દેવાની ઘટના પ્રકાશમાં આવતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ સાસરીયાં વિરુદ્ધ ત્રિપલ તલ્લાકનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વેજલપુર પોલીસ સ્ટેશનમાં ત્રિપલ તલ્લાકનો ભોગ રેશમા બિલાલ કાદીર જમાલ (રહે. નાના મહોલ્લા, વેજલપુર)ની ફરિયાદની વિગતો અનુસાર વેજલપુરમાં રહેતા તેમના સમાજના લતીફ યાસીન શેખ નામના એક ઈસમે આજથી પાંચ વર્ષ પેહલાં રેશમા સાથે બળજબરીપૂર્વક શરીર સબંધ બાંધીને અને કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશ તેવી આપેલ ધમકીઓ અંગે ભોગ બનેલ યુવતીની માતાએ તત્કાલીન સમયે આરોપી વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા‌ ફરિયાદને આધારે લતીફને જેલમા મોકલી આપ્યો હતો જોકે એ સમયે બન્ને પક્ષોનાં સંબંધીઓએ ભેગા મળી તેની સાથે નિકાહ કરવાની અને કોઈ પણ પ્રકારની હેરાનગતિ નહિ કરવાની શરતે કોર્ટ માં સમાધાન કરતા નિર્દોષ છોડી મુકતા આરોપી લતીફ જેલમાંથી બહાર આવતાં શરત પ્રમાણે મુસ્લિમ સમાજના રીતીરિવાજ મુજબ રેશમા અને લતીફના નિકાહ કરાવી દેતા પ્રારંભિક સમયે બન્ને સંયુક્ત કુટુંબમાં સંસારીક જીવનમાં અંતે એક પુત્રીનો જન્મ થયા પછી તેના પતિ અને સાસુ સસરા કહેતાં હતાં કે અમારે તો છોકરો જોઈતો હતો અને તારે વસ્તારમાં છોકરી છે તેમ કહી શારીરિક માનસિક ત્રાસ આપી અગાઉ પાંચ થી છ વખત સાસરીમાંથી પહેરેલા કપડે કાઢી મુકતા પરંતુ છેવટે સમાજના લોકો ભેગાં મળી સમાધાન કરાવતા હતા. જોકે ચાલુ વર્ષે ગત તા. ૩ એપ્રિલ મહિનાના પવિત્ર રમઝાન માસ દરમ્યાન રાત્રીના સુમારે સાસરીયાંઓએ બોલાચાલી મારઝૂડ કરીને રેશમાને તેની પુત્રી સાથે રાત્રે બહાર કાઢી મૂકતા અંતે રેશમા પોતાની પુત્રી સાથે પાછલા છ મહિનાથી પોતાના માતા-પિતાને ઘરે રહેતી હતી. જે દરમ્યાન તાજેતરમાં ૦૨/૧૧/૨૦૨૩ ના રોજ તેના પતિ લતીફે રેશમાના ભાઈના મોબાઇલના વોટ્સએપમાં ફોટા સાથે હું તને ત્રિપલ તલ્લાક આપું છું તેવું લખાણ મોકલી આપ્યુ હતું જે ત્રિપલ બાબતે સમાજના માણસોને બતાવતાં ત્રિપલ તલ્લાક અંગે લતીફ સાથે ફોન કરીને વાત કરતાં હા કહ્યું હતું. જે સમગ્ર ઘટના અંગે પિડિતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ લતીફ યાસીન શેખ, સાસુ રહીમા યાસીન શેખ અને સસરા યાસીન શેખ વિરુદ્ધ ગેરકાયદે ત્રિપલ તલ્લાક, પિડિતાને મુસ્લીમ મહિલા (લગ્ન પરના અધિકારો નુ રક્ષણ ) અધિનિયમ ૨૦૧૯ ની કલમ સહિત મારઝૂડ સહિત શારીરિક માનસિક ત્રાસ સહિતના ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here