વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે તિલકવાડા ફોરેસ્ટ વિભાગ દ્વારા એકલવ્ય સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

હાલમાં સમગ્ર ગુજરાતમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના કાર્યક્રમ ને ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપ આજરોજ તિલકવાડા ફોરેસ્ટ વિભાગ દ્વારા તિલકવાળા માં પણ આ એકલવ્ય સ્કૂલ ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરતા ખુલ્લા વિદ્યાર્થીઓને વન્ય પ્રાણીઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા.

કેવડીયા ફોરેસ્ટ વિભાગના રેન્જ ઓફિસર R F O ગભાણીયા સાહેબ ની સૂચના અનુસાર તિલકવાડા ફોરેસ્ટ વિભાગ ઇન્ચાર્જ હરપાલસિંહ ગોહિલ તેમજ GSPCA ના રાજ ભાવસાર, નિરવભાઈ તડવી અને તુષાર તડવી દ્વારા તિલકવાડા તાલુકામાં તારીખ 2 થી 8 ઓકટોબર દરમિયાન વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજ રોજ તિલકવાડા ફોરેસ્ટ વિભાગ દ્વારા નગરમાં આવેલી એકલવ્ય શાળા ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરીને શાળાના વિદ્યાર્થીઓને કોબ્રા ક્રેટ રસેલ વાઈપર સોસ્કેલ્ડ સહિત વિવિધ પ્રકારના વન્ય પ્રાણીઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું વન્ય પ્રાણીઓ કેવી રીતે જીવન જીવે છે અને આ પ્રાણીઓ નો જન્મ કેવી રીતે થાય છે તેઓ શું ખાય છે અને કેવી રીતના જીવન નિર્વાહ કરે છે અને આ પ્રાણીઓનું આપણાં માટે કેટલું મહત્વ રહેલું છે અને જો આ પ્રાણીઓ ન હોઈ તો આપણો સૃષ્ટિ ને કેટલું નુકશાન થશે ઉપરાંત વિવિધ પ્રકારના સાપો તેમજ પટલાંગોને વિદ્યાર્થીઓને રૂબરૂ બતાવીને તેઓની પ્રજાતિ વિશે માર્ગદર્શન આપીને વન્યપ્રાણી સંરક્ષણ વિશે જાણકારી આપી સાથે વન્ય જીવો વિશે ડોક્યુમેન્ટરી ( શોર્ટ મુવી ) બતાવીને વિદ્યાર્થીઓને માહિતગાર કરીને વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here