વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ અંતર્ગત પ્રસારિત આજના શતકીય એપિસોડને કાલોલ નગરજનો દ્વારા યાદગાર સ્મૃતિઓ સાથે નિહાળવામાં આવ્યો…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

રાષ્ટ્રના વિદ્યાર્થીઓથી માંડી યુવાનો, વેપારીઓ, ઉધોગપતિઓ, સરકારી કર્મચારીઓ, નોકરિયાત વર્ગ અને ખેડૂત મિત્રો સમેત સમાજમાં વિશિષ્ઠ યોગદાન આપનાર મહાનુભાવો સાથે વિશેષ સંવાદો અને તેના સકારાત્મક પરિણામોથી દેશભરમાં જનભાગીદારીના સક્રિય પ્લેટફોર્મ તરીકે ઉભરી આવેલ , વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ અંતર્ગત પ્રસારિત આજના શતકીય એપિસોડને આજરોજ કાલોલ નગરજનો દ્વારા યાદગાર સ્મૃતિઓ સાથે નિહાળવામાં આવ્યું હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરક કાર્યક્રમ મન કી બાતના જીવંત પ્રસારણ ને ભાજપાના શીર્ષસ્થ નેતા ગણ સમેત સ્થાનિક જનપ્રતિનિધિઓના સુચારુ આયોજનથી કાલોલ નગર પાલિકા પ્રાંગણ અને નગરના તમામ વોર્ડ ખાતે બુદ્ધિજીવીઓ સાથે સાથે સમાજના બહોળા વર્ગે નિહાળી આત્મસાત કર્યો હતો.
કાલોલ ખાતે આયોજીત આ કાર્યક્રમ પ્રસારણ દરમ્યાન નગરપાલિકા પ્રાંગણ બુથ નંબર 153 માં પંચમહાલ જિલ્લા પ્રભારી રાજેશભાઈ પટેલ, જિલ્લા ઉપાધ્યક્ષ ડો. યોગેશભાઈ પંડ્યા અને કાલોલ નગર પ્રભારી મહેશભાઈ હરુમલાની સાથે કાલોલ શહેર ભાજપા મંડળના હોદ્દેદારો , પાલિકાપૂર્વ પ્રમુખ અને પૂર્વ જનપ્રતિનિધિઓ તેમજ નગરના વિવિધ સમાજના અગ્રણીઓ, નગરજનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here