વડાપ્રધાનશ્રીના હસ્તે અને મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં હાલોલના ૩૫૨૬,શહેરાના ૩૪૦૧,કાલોલના ૨૬૪૯,મોરવા હડફના ૨૫૬૯ અને ગોધરાના ૧૮૦૦ આવાસોનું ઈ-લોકાર્પણ કરાયું

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

‘વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે ૧,૩૧,૪૫૦થી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.

કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા વિસ્તારની કુલ ૪૩૨ પંચાયતના રૂ.૧૬૭.૩૪ કરોડના કુલ ૧૩,૯૪૫ આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જેમાં હાલોલ આદેશ આશ્રમ,પાવાગઢ ખાતે ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,હાલોલ પ્રાંત અધિકારી ડૉ.પ્રણવ વિઠાણી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં હાલોલ વિધાનસભા વિસ્તારના કુલ ૩૫૨૬ આવાસોનું લોકાર્પણ કરાયું હતું.

શહેરાના ડોકવા ખાતેથી વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્યશ્રી જેઠાભાઈ ભરવાડ અને જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર,નાયબ કલેકટરશ્રી નિહાર ભેટારીયાની ઉપસ્થિતિમાં ૩૪૦૧ આવાસોનું લોકાર્પણ કરાયું હતું.

કાલોલ વિધાનસભાના પાંચ પથરા ખાતેથી ધારાસભ્યશ્રી ફતેહસિંહ ચૌહાણ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રંગીતભાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.જી.પટેલ તથા જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૨૬૪૯ આવાસોનું લોકાર્પણ કરાયું હતું.

મોરવા હડફ ખાતેથી ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી કવિતાબેન,જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એચ.ટી.મકવાણા, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૨૫૬૯ આવાસોનું લોકાર્પણ કરાયું હતું.

ગોધરાના એસ.આર.પી. ગ્રૂપ-૫ના મેદાન ખાતેથી ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી,ગોધરા પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જેતાવત સહિતની ઉપસ્થિતિમાં કુલ ૧૮૦૦ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ તકે લાભાર્થીઓએ આવાસ યોજનાનો સુખદ્ અનુભવ વર્ણવતા પોતાનો પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોએ એલ.ઈ.ડી. સ્ક્રિન પર પ્રધાનમંત્રીશ્રીનું જીવંત પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યો હતો.

પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુકત પ્રયાસો થકી જિલ્લાની પાંચેય વિધાનસભા વિસ્તારમાં વિવિધ મહાનુભાવો,હોદ્દેદારો, અધિકારીશ્રીઓ,પદાધિકારીઓ અને બહોળી સંખ્યામા લાભાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here