રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ જાતિ વિષયક ટીપ્પણીને લઈ છોટાઉદેપુર જીલામાં વિરોધ…

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા ઑડિશાથી છત્તીસગઢના રાયગઢ પહોંચી ત્યારે રાહુલ ગાંધીએ જાતિ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર નિશાન સાધ્યું હતું.રાહુલે કહ્યું હતું કે મોદીજી પોતાને ઓબીસી કેટેગરીના ગણાવે છે રાહુલે કહ્યું કે લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે.તે ઓબીસી જાતિમાં જનમ્યા નથી.તેમનો જન્મ ગુજરાતમાં ઘાંચી જાતિમાં થયો હતો.જે તે સમયે સામાન્ય જાતિ હતી.આ સમુદાયને વર્ષ ૨૦૦૦ માં ભાજપ ઘ્વારા ઓબીસીનો ટેગ આપવામાં આવ્યો હતો.જેને લઈને સમગ્ર રાજકારણ ગરમાયુ છે.ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચા ઘ્વારા ૩૩ જિલ્લાઓમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઓબીસી સમાજનું અપમાન કર્યું છે.તેને લઈને રાહુલનું પૂતળું સળગાવી રાહુલ ગાંધી શરમ કરો,શરમ કરો,રાહુલ ગાંધી મુરદાબાદ ના ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.છોટાઉદેપુર જિલ્લા ઓબીસી સમાજ ઘ્વારા પણ અનેક સ્થળોએ રાહુલ ગાંધી સામે વિરોધ દર્શાવ્યો હતો જેમાં જિલ્લા બક્ષીપંચ મોરચા અધ્યક્ષ ભગુભાઈ પંચોલી,રાજુ રાવલ,રવિકુમાર કોળી,રામભાઈ કોળી સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી રેલી કાઢી સુત્રચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here