રાજ્યસભાના કોંગ્રેસ સાંસદ ધીરજ શાહુ સહિત મળતીયાઓ પાસેથી 300 કરોડથી પણ વધુ રૂપિયા મળતા ભાજપાના દેખાવો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા ખાતે ગાંધીજી ની પ્રતિમા પાસે ભાજપા એ કોંગ્રેસ વિરોધી પ્રદર્શન કર્યા

લોકસભા ની ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાનાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ પોતાના સ્પર્ધકોને ડામી દેવા માટે ઉગ્ર વલણ અપનાવ્યો છે. કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભાના સાંસદ ધીરજ શાહુ સહિત તેમના મળતીયા ઓ પાસેથી રૂપિયા 300 કરોડ જેટલી માતબર રોકડ રકમ મળી આવતા ભારતીય જનતા પાર્ટી એ આ મુદ્દાને સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી ને ઘેરવાનો એક ઝલદ મુદ્દો બનાવ્યો છે, જે અંતર્ગત સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી સામે વિરોધ પ્રદર્શન ભાજપાએ શરૂ કર્યા છે. આજરોજ રાજપીપળા ખાતે પણ ગાંધી ચોક મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે ભાજપા કાર્યકરોએ એકત્રિત થઈ કૉંગ્રેસ વિરોધી વિરોધ પ્રદર્શન કર્યા હતા.

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુ પાસેથી 300 કરોડ જેટલી માતબર રોકડ રકમ નું ચલણી નોટો મળી આવતા રાજપીપળા ખાતે ભારતીય જનતા પાર્ટી એ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ ની આગેવાનીમાં ગાંધી ચોક મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે હાથોમાં પોસ્ટરો સાથે કોંગ્રેસ વિરોધી સૂત્રોચારો સાથે દેખાવો યોજયા હતા, જે પ્રસંગે નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ ,રાજપીપળા શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ, નાદોદ તાલુકા ભાજપા પ્રમુખ અરવિંદભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, અને કોંગ્રેસ વિરોધી ભારે સૂત્રોચાર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here