રાજપીપળા નગરપાલિકા દ્વારા લારી ગલ્લા પથારાવાળાના ભાડામાં 300 ટકાનો વધારો ઝીંકાતા વિરોધનું વાવાઝોડું ન.પાલિકાએ પહોંચ્યું…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

લોકડાઉનમા સૌથી વધારે પિડીત લારી પથારા વાળા ઉપર નગરપાલિકાનું ભાડા વધારાનુ રોલર ફરી વળ્યુ રૂ. 5 ના રૂ.20 કરી દેવાતા ભારે વિરોધ

નગરપાલિકાના સત્તાધિશોની સરમુખત્યારશાહી સામાન્ય સભા બોલાવ્યા વગર જ ઠરાવ અને હવે તેને કાયદો બનાવી દેવાયો

વેરાવધારાનો અમલ ૨૦૨૧ ના વર્ષથી થવાનો તો લારી પથારા વાળા સાથે કોરોનાના કહેર વચ્ચે અન્યાય સા માટે ????

રાજપીપળા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા નગરપાલિકાના ઇતિહાસમા પ્રથમ જ વાર ફરતો ઠરાવ કરવામાં આવ્યો અને કોરોનાની મહામારી લોકડાઉન વચ્ચેસત્તાના નશામા સત્તાધિશો એ વિરોધ પક્ષ કોગ્રેસનો સહારો લઇ વેરા વધારો ઝીંકવાનો નિર્ણય લેવામાં આવેલ, જેની સૌથી પ્રથમ અસર ગરીબ લારી ગલ્લા પથારા વાળા ઓ ઉપર પડી ચીફઓફિસરે પોતાના કર્મચારીઓને લારી ગલ્લા પથારા વાળાઓ પાસે થી રૂ. 5 ની જગ્યાએ રૂ. 20 અને ગાર્ડનની લારીઓ વાળા પાસે થી રૂ. 50 ની જગ્યાએ રૂ. 100 રોજનુ જમીન રોકાણ ભાડું લેવાનો આદેશ જારી કરતાં ગરીબ લારી ગલ્લા પથારા વાળાઓ આજરોજ નગરપાલિકા ખાતે પોતાની ફરિયાદ લઇને પહોંચ્યા હતા. અને ચીફઓફિસર જયેશ પટેલને રજુઆત કરી હતી. તેમના સાથે નગરપાલિકાના સદસ્યો કમલ ચૌહાણ , ઇલુ બક્ષિસ , કવિતાબેન માછી પણ જોડાયા હતા.

નગરપાલિકાના પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કહ્યું હતું કે આ પ્રસ્તાવિત વેરાનુ અમલ 2021 ના નવા નાંણાકીય વર્ષથી અમલી બનશે અને પહેલાં અમે નગરજનોને સાંભળીને પછી યોગ્ય લાગશે તોજ નજીવો વેરો વધારીશુ તેવું રટણ કર્યાં બાદ હવે તેઓ પોતાનું જ બોલેલું ફોક કરી રહ્યાં છે કે નગરજનોને ધોળે દહાડે છેતરી રહ્યાં છે ??

લોકડાઉનની આડ લઈને પ્રથમ પ્રમુખ જીગીષાબેન ભટ્ટ અને મુખ્ય અધિકારી જયેશભાઈ પટેલે આકરાં વેરાવધારાનો ત્રાગડો રચી જરુરી સામાન્ય સભા બોલાવ્યા વગર જ ફરતો ઠરાવ ઘડી કાઢ્યો હતો અને હવે પોતાનાં બોલેલાથી ફરી જઈને સામાન્ય સભા બોલાવ્યા વગર જ નોટીસ કાઢીને લારી, ગલ્લાં અને પથારાં વાળાને વધારેલા વેરા મુજબના પૈસા ચુકવવા બાબતે હુકમ કરી ફરજ પાડતાં નગરપાલિકાના સત્તાધીશોની જોહુકમી સામે ગરીબ વર્ગના લારી ગલ્લા પથારા વાળાઓમા રોષ જોવા મળી રહ્યો છે .

વેરા વધારા પાછળ હાલ નગરપાલિકામા વિકાસના કામો માટે પડેલા કરોડો રૂપિયાની ગ્રાન્ટો પડેલી છે તે જવાબદાર હોવાનું નગરજનોમા ચર્ચાસ્પદ બન્યુ છે. ગીવ એન્ડ ટેકની નીતિ અપનાવવામાં આવી રહી છે. જેમાં ચીફઓફિસરને વહીવટી કામગીરી માટે નાણાં જોઈએ છે હાલ જે નગરપાલિકાની આવક છે તે પુરતી નથી એ બિલકુલ સત્ય છે જ, કરોડોની ગ્રાન્ટો વણવપરાયેલી પડી છે એ પણ સત્ય જ છે. વહીવટીતંત્ર સુપેરે ચલાવવા વેરા વધારો ઝીંકવાના આયોજન કરી ચિફઓફિસર સલામતી અનુભવે જયાંરે ગ્રાન્ટો છુટી થાય તો કરોડો રૂપિયા આપણાં નગરસેવકો વિકાસના કામોમા વાપરે, બોલો થઇને ગીવ એન્ડ ટેક વાળી વાત !!!!!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here