રાજપીપળામા નાણાંની લેવડદેવડનો મામલો બિચકયો – બે ઇસમોએ રસ્તામા રોકી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

પિતાની સારવાર માટે ઉછીના રુપિયા લઇ પરત આપી દેવા છતાં ઉઘરાણી ચાલુ રખાઇ હોવાનું ફરિયાદમા વર્ણન

રાજપીપળા મા ભેંસોનો તબેલો ચલાવતા ઇસમે ભેંસો લે વેચનો ધંધો કરતા ઇસમને રુપિયા 2 લાખ ઉછીના આપતાં મામલો બિચકયો

રાજપીપળા ખાતે નાણાંકીય લેવડદેવડ નો મામલો બિચકયો હતો જેમા તબેલા નો ધંધો કરતા ઇસમે તેના શાળા સાથે મળી એક ઇસમ ને માર્ગ વચ્ચે ઉભો રાખી માર મારતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા બન્ને સામે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

બનાવ ની વાત કરીએ તો ફરિયાદી સલીમભાઈ બાબુભાઈ કુરેશી રહે. ખાટકીવાડ રાજપીપળા નાએ ચારેક વર્ષ પહેલાં પોતાના પિતા ની તબિયત ખરાબ હોય સારવાર તથા અનય કામ માટે પોતે મંગલસિહ વિજયસિંહ મોરયૃ રહે. રાજપુતફળીયા રાજપીપળા ના પાસે થી કટકે કટકે રુપિયા 2 લાખ બન્ને વચ્ચે ધંધાકીય સબંધ હોય ને લીધા હતા જે રકમ પરત પણ આપી દીધી હતી, તેમ છતાં પણ મંગલસિહ તરફ થી પૈસા પરત આપ્યા હોવા છતાં પણ નાણાં ની વારંવાર ઉઘરાણી કરાતી જેથી કંટાળી ને ફરિયાદી સલીમભાઈ કુરેશી ને હિજરત કરવાની ફરજ પડી હતી અને એક વર્ષ સુધી અમદાવાદ રહેવા ચાલ્યો ગયો હતો.

આ ફરિયાદી ગતરોજ રાત્રે આઠેક વાગ્યા ના સુમારે રાજેન્દ્ર હાઇસ્કુલ પાસે થી મોટરસાઈકલ ઉપર સવાર થઇને જઇ રહ્યો હતો ત્યારે આરોપી મંગલસિહ વિજયસિંહ મોરયૃ અને તેના શાળા મહિપાલસિંહ સરદારસિંહ સેહલોત નાઓએ તેને રસ્તા ઉપર ઉભો રાખી મા બેન સમાણી ગાળો બોલી પૈસા કેમ આપતો નથી નુ જણાવતા ફરિયાદી એ પૈસા તમને આપી દીધા છે નુ જણાવ્યું હતું, જેથી બન્ને આરોપી ઓએ ફરિયાદી સલીમભાઈ કુરેશીને ઢીકાપાટુનો માર મારી જાનથીમારી નાખવાની ધમકી આપી હતી.

બન્ને ઇસમો સામે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદી એ ફરિયાદ નોંધાવી હતી .પોલીસે બન્ને ઇસમો સામે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here