રાજપીપળામાં બજારો બંધના નિર્ણય સાથે જ ગિરનાર સ્ટીલના વેપારીને કોરોના ટેસ્ટ પોઝિટિવ નીકળતા ફફડાટ..

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળામાં કોરોનાનો વ્યાપ વધતા વેપારી મંડળોએ બજારો સવારે 7 થી બપોર ના 2 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાનો નિર્ણય લીધો..

રાજપીપળા નગર ના ખ્યાતનામ તબીબ નિખિલ મહેતા સહિત એડવોકેટ તરુણ મઢીવાલા ના કેસો પોઝિટિવ નીીકળ્યા બાદ તે રાજપીપળા ના પૂૂર્વ નાયબ મામલતદાર નગીનભાઈ કાછીયા ના પત્નિ નુ વડોદરા ખાતે કોરોના મા મોત નિપજ્યા બાદ નગર મા ભારે હાહાકાર મચ્યો છે. રાજપીપળા વેપારી મંડળો દ્વારા બજારો સવાર ના 7 થી બપોરે 2 સુધીજ ખુલ્લા રાખવાનો નિર્ણય વેપારી ઓ એ કર્યો છે.   

વેપારીઓએ બજારો નગરમાં કોરોનાનો વ્યાપ વધતા તમામના હિતમાં લીધેલ હોવાનું વિવિધ વેપારી મંડળના પ્રમુખ જયેશ ગાંધી એ જણાવ્યું હતું, આજરોજ બપોરે 2 સુધી જ બજારો ખુલ્લા રહયા હતા, આ સાથે જ નગરના એક વાસણના વેપારી જીતેન્દ્ર નટવરભાઈ પટેલ રહે. રાજેન્દ્ર નગર સોસાયટી, રાજપીપળાના ગિરનાર સ્ટીલના માલિકનો ખાનગી લેબમા કઢાવેલ રિપોર્ટ આજરોજ આવતા તેઓને કોરોના પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા છે. 

રાજપીપળામાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા દિન પ્રતિ દિન વધી રહી છે. જે નગર માટે ચિંતાનો વિષય બનેલ છે.

બજારો એક નિર્ધારિત સમય સુધી જ ખુલ્લા રાખવાનો નિર્ણય જે લેવામાં આવેલ છે એનાથી બજારોમાં ભીડભાડ વધવાની શક્યતાઓને નકારી શકાય નહીં, વેપારીઓએ પોતાના સહિત લોકો બાહર ઓછા નીકળે એ માટે નિર્ણય લીધો છે, એના લાભ બન્ને ને જ છે, ખરીદી માટે બજારોમાં આવતા લોકો એ આ માટે ખાસ કાળજી રાખવી પડસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here