અરવિંદ કેજરીવાલની જાહેરાત જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નેત્રંગ ખાતે જેલવાસ ભોગવતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં જાહેર સભા

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત ગુજરાત આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને હોદ્દેદારોની ઉપસ્થિતિ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત ગુજરાત આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને ધારાસભ્યો આજરોજ રાજપીપળા ખાતેની જેલમાં બંધ ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ના સમર્થનમાં ભાજપા સરકાર વિરુદ્ધ યોજવામાં આવેલ નેત્રંગ ખાતેની એક જનસભામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં વિશાળ જનમેદની ને સંબોધતા અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ડેડીયાપાડા ના ધારાસભ્ય ચેતર વસાવા ના નામ ની જાહેરાત કરી હતી.

નેત્રંગ ખાતે ડેડીયાપાડા ના ધારાસભ્ય ચેતન વસાવા ના જન સંવર્ધન માટે યોજાયેલ આમ આદમી પાર્ટીની જનસભામાં અરવિંદ કેજરી વાલે જાહેરાત કરી હતી કે ભરૂચ લોકસભાની ચૂંટણી 2024 માં યોજાનાર છે ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે આદિવાસી નેતા છેતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે આ જાહેરાતથી ગુજરાતના રાજકારણ સહિત ઇન્ડિયા ગઠબંધનના રાજકારણમાં પણ ઠંડીમાં ભારે ઘરમાં આવ્યો છે ભરૂચ લોકસભા બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચેતન વસાવાના નામની જાહેરાત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરી વાલે જન્મદિનની સમક્ષ કરી દેતા આગામી દિવસોમાં તેના શુભ પ્રત્યાઘાતો પડે છે એ જોવો રહ્યો હાલ ચેતર વસાવા ન્યાયિક પ્રક્રિયામાંથી પસાર થતા હોય અને રાજપીપળા ની જેલમાં બંધ હોય શું તેઓ જેલમાં રહીને ચૂંટણી લડશે કે જેલ બહાર આવીને લોકોનું સમર્થન પ્રાપ્ત કરી ચૂંટણી લડશે એ અંગે પ્રશ્નો ઉપસ્થિત થયા રહ્યા છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ ગુજરાતની ભાજપ સરકારને આદિવાસી વિરોધી ગણાવી નેત્રંગ ખાતે ની જન સભા માં ઉપસ્થિત હજારો આદિવાસીઓની જનમેદની ને સંબોધતા જણાવ્યું હતું કે ચેતર વસાવા જેલમાંથી જો બહાર ન આવે તો તેમને જીતાડવાની જવાબદારી તમારી છે, આ લડાઈ આદિવાસીઓના સન્માનની લડાઈ છે, ચેતર વસાવા સાથે ગુજરાતનો સમગ્ર આદિવાસી સમાજ ઊભો હોવાનું પણ તેઓ જણાવ્યું હતું. ભાજપા ઉપર આંકરા પ્રહારો કરતા તેઓ એ જણાવ્યું હતું કે ભાજપે આદિવાસીઓ માટે કાંઈજ જ કર્યું નથી 30 વર્ષથી ભાજપા નું રાજ છે , ચેતર વસાવાની પત્ની શકુંતલાબેન ની પણ ધરપકડ કરાય છે જેને સમગ્ર આદિવાસી સમાજ ની વહુનો અપમાન સમાન ગણાવી આદિવાસીઓને આ સ્ત્રી અપમાન નો બદલો લેવા અને લોકસભાની ચૂંટણીમાં ચેતર વસાવાને વિજેતા બનાવી ભાજપને ભોંય ભેગું કરવાનું આહવાન આદિવાસીઓને કર્યું હતું.

ચેતર વસાવા ને ભાજપા સરકારે મંત્રી પદની લાલચ આપી પણ ચેતર વસાવા એ આદિવાસી સમાજના પ્રશ્નો માટે લડવાનું પસંદ કર્યું અને મંત્રી પદને ઠુકરાવી સમાજને નથી છોડ્યો જો ચેતર વસાવાને જેલમાંથી નહીં છોડાય તો ભાજપા ની ઉલટી ગણતરી શરૂ થશે ની ચીમકી પણ અરવિંદ કેજરીવાલ એ ઉચ્ચારી હતી. ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન પણ હાલ જેલમાં હોય અરવિંદ કેજરીવાલ એ ભાજપા સરકારને ડાકુઓ કરતા પણ વધુ ખતરનાક ગણાવી ને ડાકુઓ પણ સ્ત્રીઓનું સન્માન કરતા હોય છે, પરંતુ ભાજપા વાળા આદિવાસી સ્ત્રીઓને જેલમાં મોકલે છે ચેતર વસાવા આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવે છે જેથી તેઓને ષડયંત્ર રચી જેલમાં ધકેલાયા હોવાનું જણાવ્યું હતું અને આદિવાસીઓને ચેતર વસાવાના માન અને સન્માનમાં ભાજપને ભોંય ભેગી કરવાનો આહવાન કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here