રાજપીપલા બસડેપોની આકસ્મિક મુલાકાત લેતા વાહનવ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપલા બસ ડેપોની ઓચિંતી મુલાકાત લઈને ડેપોની સફાઈ-સુવિધાઓનું ચેકીંગ કર્યું : મંત્રી એ મુસાફરોના પ્રતિભાવો પણ જાણ્યા

નર્મદા જિલ્લાની પ્રજાના જનહિતાર્થે પધારેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોતાના નિયત કાર્યક્રમ અનુસાર રાજપીપલાના સરદાર ટાઉન હોલ ખાતે લોન-ધિરાણ કાર્યક્રમમાં પોતાની ગરિમામય ઉપસ્થિતિ નોંધાવતા નગરજનોને વ્યાજખોરોના દુષણોને રોકી એક આદર્શ સમાજના નિર્માણમાં પોલીસ વિભાગની ભૂમિકા વિષે લોકોને અવગત કરાવ્યું હતું. કાર્યક્રમ બાદ રાજપીપલા ખાતે નવનિર્મિત મહિલા પોલીસ સ્ટેશનના ભવનનું લોકાર્પણ કર્યુ હતુ.

ત્યારબાદ નિયત કાર્યક્રમ અનુસાર રાજપીપલા રમત સંકુલ ખાતે ડોરમેટરી બિલ્ડીંગ અને સિન્થેટીક એથ્લેટીક ટ્રેકનું લોકાર્પણ કાર્યક્રમને આગળ ધપાવતાની સાથે જ રાજપીપલા બસડેપો ખાતે ગૃહ રાજ્યમંત્ત્રી એ ઓચિંતી મુલાકાત લઈને બસ ડેપોનું સંપૂર્ણ નિરિક્ષણ કરીને સફાઈ તેમજ સુવિધાઓની ઝીણવટપૂર્ણ ખાતરી કરી હતી. વધુમાં ડેપો સહિત બસના મુસાફરો સાથે ચર્ચા કરી તેમના અનુભવો-પ્રતિભાવોની માહિતી મેળવી સુવિધાઓની સાથે સમસ્યાના નિવારણ અંગે ખાતરી આપી હતી.

બસ ડેપોની એકાએક મુલાકાત અને મુસાફરોની પ્રતિભાવો જાણીને અધિકારીઓ સાથે સલાહ-સૂચનો કરતા મુસાફરોએ હર્ષ સંઘવીની કામગીરીની પ્રશંસા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here